<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

ખેડૂતો, મધ્‍યમ ઉદ્યોગકારો, સામાન્‍ય જનતાને રાહત આપતુ બજેટઃ રામભાઇ મોકરીયા

ભુપેન્‍દ્રભાઇ પટેલની આગેવાનીમાં કનુભાઇ દેસાઇએ રજુ કરેલા બજેટને વધાવતા રાજયસભાના સાંસદ

 

રાજકોટ તા.૧૯: મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલની આગેવાનીમાં નાણામંત્રી કનુભાઈ  દેસાઈએ પોતાનું સતત પાંચમું અને ગુજરાત સરકારના સને ૨૦૨૬-૨૭ નાં વર્ષનું બજેટ રજુ કરેલ છે. જે મધ્‍યમ ઉદ્યોગકારો, ખેડૂતો,અને સામાન્‍ય જનતા ને  રાહત આપતું તેમજ આરોગ્‍ય અને શૈક્ષણીક સુવિધાને વેગ મળે તેવું બજેટ રજુ કરી ગુજરાતના ભાવિ રોડમેપ ને દિશા આપતું કુલ રૂા. ૧૧૮૪૧ કરોડની પુરાંત વાળું બજેટ રજુ કરેલ છે. તેમ આં બજેટને આવકારતા રાજ્‍યસભાના સાંસદ રામભાઈ મોકરીયા એ જણાવ્‍યું હતું.

રામભાઇ મોકરીયાએ વધુમાં જણાવ્‍યું કે, આ બજેટમાં સંકલિત બાળવિકાસ યોજનાને વેગ આપવા રૂા.૭,૬૯૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. કુલ ૨૦૦૦ નવી આંગણવાડીઓ શરુ કરવામાં આવશે. જેથી બાળકોના પ્રિ-પ્રાઈમરી જ્ઞાન અને  સંસ્‍કાર સુદ્રઢ બનશે. શૈક્ષણીક સુવિધા માં વધારો કરવા રૂ.૨૫,૪૦૩/-ની જોગવાઈ કરવામાં આવેલ છે અને ૧૬ નવી સરકારી કોલેજો શરુ કરવામાં આવશે. મધ્‍યમ કક્ષાનાં ઉદ્યોગકારોને પ્રોત્‍સાહન મળી રહે તે માટે પાંચ નવી જી.આઈ.ડી.સી. વસાહતો શરુ કરવામાં આવશે. વાહન વ્‍યવહારની સુખાકારી વધારવા માટે ૧૨૮૬ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. અને જાહેર વાહન વ્‍યવહારની વધુ સુવિધા માટે ૨૯૬૧ નવી બસો ખરીદવામાં આવશે. ગુજરાત સરકારે પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા સને ૨૦૨૬-૨૭ના વર્ષને ‘‘પ્રવાષન વર્ષ'' તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. ઘર વિહોણા ગરીબ અને મધ્‍યમ વર્ગના લોકોને રહેઠાણની સુવિધા પૂરી પાડવા  માટે નવા આવાસો નાં નિર્માણ માટે રુ. ૩.૧૫,૦૦૦/- કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.

સાહિત્‍ય અને વાંચનની સુવિધા પૂરી પાળવાના હેતુસર  ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી લાઈબ્રેરી નું નિર્માણ કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે. રાજકોટની પી.ડી.યુ. સરકારી હોસ્‍પીટલમાં ૧૦૦૦ બેડની કાયમી સુવિધા ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત ૫૦ નવા આરોગ્‍ય રથ, રાજકોટ સહીત ચાર શહેરોમાં I-HUB સેન્‍ટરો,ગ્રીન હાઈડ્રોજનની પોલીસી, હીરાસર (રાજકોટ)સહીત રાજ્‍યમાં પાંચ નવી સેટેલાઈટ ટાઉનશીપ ,ફ્‌લોટિંગ સોલાર પ્રોજેક્‍ટ વિગેરે સુવિધા ઉભી કરામાં આવશે.

ગુજરાત સરકારના નવા વર્ષનાં બજેટને આવકારતા સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવ્‍યું હતુ કે, ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના સને ૨૦૪૭ના વર્ષના ભારતને વિકસિત રાષ્‍ટ્ર બનાવવાના સ્‍વપ્નને સાકાર કરવાનાં  હેતુથી ગુજરાત સરકારના આ બજેટમાં વિવિધ જોગવાઈ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાણામંત્રી કનુભાઈ  દેસાઈએ કરેલ છે. ગુજરાતની માથાદીઠ વાર્ષિક આવક રૂા.૩,૦૧,૦૦૦/- છે. જે ભારતના અન્‍ય રાજ્‍યોની સરખામણી મા લગભગ ૬૦ ટકા જેટલી વધું છે.(૨.૧૯)

(3:43 PM IST)