News of Thursday, 19th February 2026
અનુસૂચિત જાતિ પર થતા અત્યાચારના બનાવોના નિરીક્ષણ માટે યોજાતી બેઠક મુદ્દે ગૃહમાં હોબાળો
હર્ષ સંઘવીએ ગૃહમાં કહ્યું કે ભાંડા ફૂટે ત્યારે માધ્યમોમાં ચમકવા પ્રશ્નો ઉભા કરવામાં આવે છે, જ્યારે પોતે બેઠકમાં હાજર રહેતા નથી અને યોગ્ય પ્રશ્નો પૂછતા નથી.

ગાંધીનગર : અનુસૂચિત જાતિ પર થતા અત્યાચારના બનાવોના નિરીક્ષણ માટે યોજાતી બેઠક મુદ્દે ગૃહમાં હોબાળો મચ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો કે મુખ્યમંત્રી એક પણ બેઠકમાં હાજર રહ્યા નથી. મંત્રી મનીષા વકીલે બેઠકની વિગતો જાહેર કરી જવાબ આપ્યો હતો. તેમ છતાં જીગ્નેશ મેવાણીએ વધુ પ્રશ્નો ઉઠાવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વચ્ચે હસ્તક્ષેપ કર્યો
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં નિવેદન આપતાં કહ્યું કે ભાંડા ફૂટે ત્યારે માધ્યમોમાં ચમકવા પ્રશ્નો ઉભા કરવામાં આવે છે, જ્યારે પોતે બેઠકમાં હાજર રહેતા નથી અને યોગ્ય પ્રશ્નો પૂછતા નથી. મંત્રીના જવાબ આપ્યા બાદ પોતાની મનમાની ચલાવવી યોગ્ય નથી અને કયા સભ્યો હાજર રહ્યા અને કેટલા લોકો ગેરહાજર રહ્યા તેની યાદી જાહેર કરવામાં આવશે.
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
