<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

મજેવડી દેવતણખી ધામ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મુલાકાત લીધી

સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે અયોધ્યા ભગવાન શ્રીરામની પ્રતિમા હોય બંનેની પ્રતિમા વિશ્વકર્માના વંશ એ જ બનાવેલી છે ત્યારે ભગવાન વિશ્વકર્માએ કારીગરોને ટેકનિકલ મગજ આપ્યું છે ત્યારે નવી ટેકનોલોજી ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવા હાકલ કરતા જગદીશ વિશ્વકર્મા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: મજેવડી દેવતણખી ધામ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મુલાકાત લીધી હતી 
સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે અયોધ્યા ભગવાન શ્રીરામ ની પ્રતિમા હોય બંનેની પ્રતિમા વિશ્વકર્માના વંશ એજ બનાવેલી છે ત્યારે ભગવાન વિશ્વકર્માએ કારીગરોને ટેકનિકલ મગજ આપ્યું છે ત્યારે નવી ટેકનોલોજી ટ્રેનિંગ સેન્ટર શરૂ જગદીશ વિશ્વકર્માએ હાકલ કરી હતી

   ધોરાજી જુનાગઢ વચ્ચે આવેલ દેવતણખી ધામ મજેવડી ખાતે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ વિશ્વપ્રસિદ્ધ સંત શ્રી દેવતણખીબાપા અને પુત્રી લીરલબાઈની ચેતન સમાધિના દર્શન માટે પધારેલા હતા  ત્યારે દેવતણખી ધામ મજેવડીના ટ્રસ્ટીઓ દ્વારા ભવ્ય અને ઉસ્માભર્યું સ્વાગત કર્યું હતું
આ સમયે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ નો તાજ સ્વીકારતા વિશ્વકર્મા સમાજના જગદીશભાઈ વિશ્વકર્મા એ જુનાગઢ જિલ્લાની પ્રથમ મુલાકાત દેતા આ સમયે સૌરાષ્ટ્રની દેહણ જગ્યા ગણાતી મજેવડી દેવતણખી ધામ ખાતે પ્રથમ વખત દર્શન કરવા પધાર્યા હતા. જેમની સાથે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા જીલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ મકવાણા શહેર ભાજપના પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા વડોદરાના પૂર્વ મયર ભરતભાઈ ડાંગર પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ જે કે ચાવડા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ મજેવડીના સરપંચ સુરીલભાઈ પોકિયા વગેરે  મહાનુભાવો નું ભવ્ય સ્વાગત દેવતણખી ધામ મજેવડીના પ્રમુખ શાંતિભાઈ ગોહેલ ઉપપ્રમુખ રાજુભાઈ પિત્રોડા મંત્રી રમેશભાઈ કારેલીયા ખજાનચી પ્રવીણભાઈ કારેલીયા તેમજ તમામ ટ્રસ્ટી મંડળ દ્વારા ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
આ સાથે દેવતણખી દાદા ની સમાધી સ્થાન ખાતે જગદીશભાઈ વિશ્વકર્મા એ દિવ્ય દર્શન કરતા પૂજારી વિઠ્ઠલભાઈ દવે અને ટ્રસ્ટીઓ દ્વારા હાર પહેરાવીને વૈદિક પરંપરા મુજબ પૂજા વિધિ કરી હતી અને સમાધિ સ્થાનની મહત્વ સાથે અનેક પરચાઓ ની વિગતો સંસ્થાએ આપી હતી
બાદ દેવતણખી ધામ ખાતે સૌરાષ્ટ્ર ભર માંથી પધારેલા લુહાર પંચાલ સમાજના આગેવાનો ની ઉપસ્થિતિમાં સંમેલન યોજાયું હતું
આ પ્રસંગે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ દ્વારા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા બનતા પ્રથમ વખત દેવતણખી ધામની મુલાકાત લેતા તેમનો શબ્દોથી અને સમાધિસ્થાન દેવતણખીદાદા ના પ્રસાદીના ગણાતા પાઘડી દ્વારા સંસ્થાના પ્રમુખ શાંતિભાઈ ગોહિલ તેમજ રાજુભાઈ પિત્રોડા રમેશભાઈ કારેલીયા પ્રવીણભાઈ કારેલીયા વિગેરે ટ્રસ્ટીઓ દ્વારા સન્માનિત કર્યા હતા
આ પ્રસંગે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા એ પોતાના પ્રસંગિક ઉદબોધનમાં જણાવેલ કે આજે મને અવસર મળ્યો કે સમગ્ર દેશ અને વિશ્વમાં પ્રસિદ્ધ એવા દેવતણખી ધામ મજેવડી કે જ્યાં પિતા અને પુત્રીએ જીવતા ચેતન સમાધિ લીધી છે એવા સ્થાન ઉપર મને દર્શનનો લાભ મળી અને દેવતણખી દાદા ની પ્રસાદી સમાન પાઘડી મને પહેરાવીને મારુ સન્માન કરવામાં આવ્યું છે હું ખૂબ જ ધન્યતા અનુભવ છું અને આયોજકોનો આભાર માનું છું
વિશ્વકર્મા ના વંશજો વિશે જગદીશ વિશ્વકર્માએ જણાવેલું કે ભગવાન વિશ્વકર્મા દ્વારા હસ્તિનાપુર દ્વારકા  શ્રી લંકા વિગેરનું નિર્માણ કર્યું છે ત્યારે આપણી પાસે ભગવાન વિશ્વકર્માનું કાર્ય કુશળતા સાથે આશીર્વાદ છે ભગવાન વિશ્વકર્માએ આપને સૌને કાર્ય કુશળતા આપી છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી માં સરદાર સાહેબની પ્રતિમા અને અયોધ્યા ભગવાન શ્રીરામના જન્મસ્થાન ખાતે ભગવાન શ્રીરામની પ્રતિમાને પણ વિશ્વકર્માના વંશજો એ જ બનાવી છે ત્યારે આ પ્રકારની દરેક વિશ્વકર્મા ના સંતાનોને ભગવાન વિશ્વકર્માએ ટેકનિકલ મગજ આપ્યો છે અને એ ટેકનિકલ મગજનો ઉપયોગ આપણા સંતાનો દીકરા દીકરીઓ જે ખૂબ જ નવી ટેકનોલોજી આગળ વધે તે માટે આપણા વિસ્તારોમાં નવી ટેકનોલોજી ટ્રેનિંગ સેન્ટર ઊભા થવા જોઈએ તેના માટે સમાજના આગેવાનોએ પણ આગળ આવવું જોઈએ આ બાબતે જરૂર હશે તો સરકાર પૂરેપૂરી મદદ કરશે અને દરેક કારીગર વિશ્વતે માના સંતાનોએ પોતાની કલા ના માધ્યમથી નવી ટેકનોલોજી ની ગાઈડન્સ લઈને ટેકનિકલ તાલીમ કેન્દ્ર ઊભા થવા જોઈએ જેના ઉપર ખાસ ભાર મૂક્યો હતો
આ સાથે સૌરાષ્ટ્ર ભરમાંથી આવેલા લુહાર પંચાલ સમાજના આગેવાનોને શુભેચ્છા પાઠવી હતી અને ફરી દેવતણખી ધામ મજેવડી હું સમય લઈને આવીશ તેવું જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવેલું હતું
દેવતણખી ધામ મજેવડી ખાતે રૂપિયા 10 કરોડના ખર્ચે નૂતન સંકુલ બની રહ્યું છે જેના મુખ્ય દાતા પુરુષોત્તમભાઈ (દાસ કાકા) પિત્રોડા નું સન્માન ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવેલું ત્યારે તેઓ નાદુરસ્ત તબિયતને કારણે હાજર ન રહેતા તેમના વતી સંસ્થાના પ્રમુખ શાંતિભાઈ ગોહિલ નું સલમાન કરવામાં આવ્યું હતું તેમજ  ભોજનાલઈ ના દાતા શામજીભાઈ ખીમજીભાઇ કવા જુનાગઢ નું સન્માન જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવેલું હતું
આ સાથે સૌરાષ્ટ્ર ભરમાંથી આવેલા લુહાર પંચાલ સમાજના આગેવાનો આ સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માન નુ  અભિવાદન પોરબંદર બોખીરા દેવતણખી દાદા મંદિરના પ્રમુખ અશોકભાઈ સિદ્ધપુરા તેમજ ટ્રસ્ટી મંડળ આટકોટ સતી લોયણમાં મંદિરના પ્રમુખ જે પી રાઠોડ તથા ટ્રસ્ટી મંડળ તેમજ સમસ્ત દેશાવર લુહાર જ્ઞાતિની વાડી ભવનાથ ના પ્રમુખ કિશોરભાઈ રાઠોડ રાજુભાઈ પિત્રોડા  હરેશભાઈ કારેલીયા અજયભાઈ ગોહિલ જગદીશભાઈ આસોડિયા હરેશભાઈ સોલંકી સુરેશભાઈ હમસોડા હિતેશભાઈ પિત્રોડા દ્વારા કરવામાં આવેલું હતું તેમજ રાજકોટના ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરા તેમજ જૂનાગઢ લુહાર યુવક મંડળના પ્રમુખ કલ્પેશભાઈ ચૌહાણ ધોરાજી લુહાર જ્ઞાતિના પ્રમુખ અલ્પેશભાઈ કારેલીયા તેમજ ધોરાજી સમસ્ત કડિયા સમાજના પ્રમુખ રાજુભાઈ યાદવ સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ હોતવાણી રાજકોટ અમૃત ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અમૃતભાઈ જયંતીભાઈ વાઘેલા પોરબંદર લુહાર સમાજના પ્રમુખ પરેશભાઈ શાંતિલાલ ગોહેલ મુંબઈ લુહાર સુથાર જ્ઞાતિ  મંડળના ટ્રસ્ટી જગદીશભાઈ કાનજીભાઈ કારેલીયા જેતપુર લુહાર સમાજના પ્રમુખ મહેશભાઈ ડોડીયા રાજકોટના બાબુભાઈ હરસોડા કિર્તીબેન કવૈયા તેમજ ધોરાજીના હસમુખભાઈ બી પરમાર તેમજ સૌરાષ્ટ્ર ભરમાંથી આવેલા લુહાર પંચાલ સમાજના આગેવાનો તેમજ મજેવડી ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ સેવા સહકારી મંડળીના હોદ્દેદારશ્રીઓ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના હોદ્દેદારશ્રીઓ કામધેનુ ચેરીટેબલ ટ્રસ્ટના હોદ્દેદારશ્રીઓ તાલુકા પંચાયત ના સદસ્ય મંજુલાબેન ઢોલરીયા તેમજ જુનાગઢ તાલુકા ભાજપના આગેવાન શ્રીઓ વિગેરે દ્વારા જગદીશભાઈ વિશ્વકર્માનું પુસ્તકો ચોપડા દ્વારા અભિવાદન કરવામાં આવેલું હતું
કાર્યક્રમમાં સફળ બનાવવા માટે  દેવતણખી ધામ મજેવડીના પ્રમુખ શાંતિભાઈ ગોહેલ ઉપપ્રમુખ રાજેશભાઈ પિત્રોડા મંત્રી રમેશભાઈ કારેલીયા તેમજ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી  કિશોરભાઈ રાઠોડ તેમજ સંસ્થાના ખજાનચી પ્રવીણભાઈ કારેલીયા ટ્રસ્ટી નિરંજનભાઇ પરમાર ભરતભાઈ પીઠવા જગદીશભાઈ કારેલીયા મનોજભાઈ વાઘેલા દિનેશભાઈ કારેલીયા ધીરજલાલ ગોહિલ વિગેરે જહેમત હતી આ સાથે મંદિરના પૂજારી વિઠ્ઠલભાઈ દવે તેમજ યુવાનોએ પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી (તસવીર કિશોરભાઈ રાઠોડ)

(9:15 PM IST)