<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

રાજપીપળા કન્યાશાળા આગળ ઉભેલી નાસ્તાની લારીઓની ગટરમાં થતી ગંદકીથી રોગચાળાની દહેસત

શહેરમાં પણ અનેક જગ્યાઓ પર ગંદકી જોવા મળતા મચ્છરોનો ભારે ઉપદ્રવ થતા મેલેરિયા, ડેન્ગ્યુનો ખતરો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :સમગ્ર ગુજરાતમાં સરકાર દ્વારા સ્વછતા અભિયાન ચાલ્યું જેમાં રાજપીપળા શહેરમાં નગરપાલિકા ટીમએ પણ આ અભિયાન થકી સફાઈ કામગીરી કરાવી પરંતુ એ માત્ર આ અભિયાન નો દેખાડો હોય તેમ જણાયું કેમ કે હજુ ઘણી જગ્યાઓ પર ભારે ગંદકી છે જેમાં ખાસ કરીને કેટલીક ગટરોમાં અતિશય ગંદકી હોવાથી રોગચાળો ફેલાઈ તેમ લાગી રહ્યું છે.

   મળતી માહિતી મુજબ રાજપીપળા શહેરમાં ઘણી જગ્યાઓ ઉપર સફાઈના અભાવ છે, ખાસ જોઈએ તો મુખ્ય માર્ગ પર આવેલ કન્યાશાળા બહાર ઉભેલી ખણી પીણીની લારીઓ પાછળ આવેલી ખુલ્લી ગટર અતિશય ગંદકીથી હંમેશા ખદબદતી જોવા મળે છે લોકો ત્યાં નાસ્તો કરતા હોય અને ગટરની ગંદકીથી થતા મચ્છરો અને જીવતો જાણે નાસ્તો કરતા લોકો અને ત્યાં વેચાણ કરતા વેપારીઓના નાસ્તા ઉપર ફરી વળતા આ નાસ્તા ખાઇ લોકો બીમાર પડી શકે છે, સાથે સાથે મચ્છરના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગચાળા ની પણ દહેશત ઉભી થાય તેવી ભય હોય માટે પાલિકા તંત્ર આ માટે નિયમિત યોગ્ય સફાઈ કરાવે તે ખાસ જરૂરી છે.

(10:33 PM IST)