News of Friday, 20th February 2026
વડોદરાના વાઘોડિયા પંથકમાં રાત્રે અચાનક વાતાવરણમાં પલટો :કમોસમી વરસાદ વરસ્યો
ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક તો પ્રસરી: ખેડૂતોની ચિંતામાં વધારો થયો

વડોદરાના વાઘોડિયા પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ વરસ્યો છે. અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ પડેલા ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આકાશી આફતને કારણે ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદને પગલે માર્ગો ભીંજાયા હતા અને લોકોએ ગરમીથી આંશિક રાહત અનુભવી હતી.
(12:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
