News of Friday, 20th February 2026
આરોગ્ય વિભાગમાં મોટાપાયે બદલી અને બઢતીનો ગંજીપો ચીપાયો: 129 નર્સને બઢતી અને 22 સુપ્રીટેન્ડેન્ટની બદલી
સરકારના આ ઓચિંતા નિર્ણયથી આરોગ્ય વિભાગના કર્મચારીઓમાં ભારે ફફડાટ અને વહીવટી તંત્રમાં દોડધામ મચી

ગાંધીનગર : ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં મોટાપાયે બદલી અને બઢતીનો ગંજીપો ચીપાયો છે. રાજ્ય સરકારે 129 હેડ નર્સને આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રીટેન્ડેન્ટ તરીકે બઢતી આપી છે. આ સાથે જ વહીવટી કારણોસર 22 આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રીટેન્ડેન્ટની તેમની વિનંતીના આધારે તાત્કાલિક બદલી કરવામાં આવી છે. સરકારના આ ઓચિંતા નિર્ણયથી આરોગ્ય વિભાગના કર્મચારીઓમાં ભારે ફફડાટ અને વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
(12:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
