<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

ગુજરાત સરકાર લગ્ન નોંધણીના નિયમોમાં મોટા ફેરફારની તૈયારીમાં : હર્ષભાઈ સંઘવી વિધાનસભામાં કરશે જાહેરાત

નવા બદલાવથી રાજ્યભરમાં લગ્ન નોંધણીની પ્રક્રિયા વધુ કડક અથવા સરળ બની શકે:સામાજિક સુરક્ષાને ધ્યાને રાખીને આ નવા નિયમો લાવશે :ભાગેડુ લગ્ન પર અંકુશ લાવવા માટે કડક નિયમોનો પ્રસ્તાવ

અમદાવાદ : ગુજરાત સરકાર લગ્ન નોંધણી પ્રક્રિયામાં ઐતિહાસિક ફેરફાર કરવા જઈ રહી છે. આવતીકાલે વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ  સંઘવી નવા નિયમોની મહત્વની જાહેરાત કરશે. આ નવા બદલાવથી રાજ્યભરમાં લગ્ન નોંધણીની પ્રક્રિયા વધુ કડક અથવા સરળ બની શકે છે. ખાસ કરીને સામાજિક સુરક્ષાને ધ્યાને રાખીને આ નવા નિયમો લાવવામાં આવી રહ્યા હોવાની ચર્ચા છે, જેના પર સૌની નજર ટકેલી છે.

 ચર્ચાતી વિગત મુજબ ગુજરાતમાં લગ્ન નોંધણી પ્રક્રિયામાં ઐતિહાસિક ફેરફારોની તૈયારી ચાલી રહી છે, જેમાં ભાગેડુ લગ્ન પર અંકુશ લાવવા માટે કડક નિયમોનો પ્રસ્તાવ છે. મુખ્ય ફેરફારોમાં નોંધણી માટે યુવતીના આધારકાર્ડના સરનામા વાળી કચેરી ફરજિયાત કરવી, માતા-પિતાની સહી ફરજિયાત કરવી અને લગ્ન નોંધણી માટે ૩૦ દિવસનો સમયગાળો (નોટિસ પિરિયડ) નક્કી કરવાનો સમાવેશ થાય છે

(1:11 AM IST)