News of Friday, 20th February 2026
રસ્તા, બ્રિજ, સરકારી ઇમારતોની સ્થિતિ પર નજર રાખવા એસેટ સેફટી મોનિટરિંગ પોર્ટલ શરૂ કરાશે
ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી તંત્ર જાગ્યું, સમયસર નિરીક્ષણ નહીં થાય તો પોર્ટલ એલર્ટ આપશે

અમદાવાદ,તા.૨૦: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પુલ પડવાના અને તિરાડો પડવાના સંખ્યાબંધ બનાવો બન્યા છે તો કરોડોના ખર્ચે બનાવાયેલા નવા રસ્તા પણ બિસ્માર થઇ ગયા છે. બીજીતરફ કેટલીક સરકારી ઈમારતો ટૂંકા ગાળામાં ખખડધજ થઈ જતા સરકારની પ્રતિષ્ઠા ખરડાઈ હતી. તેને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે આવી સંપત્તિઓના સતત મોનિટરિગ માટે માટે એસેટ સેફટી મોનિટરિગ પોર્ટલ શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જેના થકી જાહેર સંપત્તિને લગતા જે કામો થઈ રહ્યા છે તેમાં તબક્કાવાર થતા કામો અને તેના ફોટા અપલોડ કરવા ફરજિયાત રહેશે. જે સંપત્તિની સ્થિતિ અસુરક્ષિત હશે તેની ઓળખ સાથે અલગ વર્ગીકરણ પણ કરવામાં આવશે.
સામાન્ય વહીવટ વિભાગના વહીવટી સુધારણા વિભાગમાં અગ્ર સચિવ હારિત શુક્લાએ તાત્કાલિક અમલમાં આવે તે રીતે મોનિટરિંગ પોર્ટલ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. રસ્તા, પુલ, ઈમારતો તેમજ અન્ય માળખાકીય સુવિધાઓ સલામત રહે તે હેતુસર પોર્ટલ તૈયાર કરાશે. હાલ વિભાગ કક્ષાએથી નિરીક્ષણ, જાળવણી અને સુરક્ષા માટેના નિયમો છે પરંતુ તમામ વિભાગો સંપત્તિની વિગતો, સમયપત્રક સહિતની સર્વાંગી કામગીરી સેન્ટ્રલાઇઝ મોનિટરિંગ થાય તેવી કોઇ ડિજિટલ વ્યવસ્થા ઉપલબ્ધ નથી. નવા પોર્ટલમાં રસ્તા-પુલ અને ઈમારતોને લગતી કામગીરી અને ડેટાને સંબંધિત તમામ વિભાગો તેમની સંપત્તિની વિગત ઉમેરાશે. આવી તમામ સંપત્તિનું નિરીક્ષણ માર્ગ અને મકાન વિભાગ કે સક્ષમ સત્તા-વિભાગો અને એજન્સીઓએ નિર્ધારીત નિયમો પ્રમાણે રિયલ ટાઇમ મોનિટરિગ કરવાનું રહેશે. પોર્ટલ જ્યારે સમયસર નિરીક્ષણ નહીં થયું હોય ત્યારે સિસ્ટમ દ્વારા સૂચના અને એલર્ટ અપાશે. જેમાં ફિલ્ડ અધિકારીએ મોનિટરિગની વિગતો ફોટોગ્રાફ અને આધાર દસ્તાવેજો સાથે વિગતવાર અહેવાલ અપલોડ કરવાનો રહેશે. જો કોઈ સંપત્તિ ગંભીર અથવા અસુરક્ષિત તરીકે ઓળખાય તો પોર્ટલ દ્વારા તેના અહેવાલને ઓટોમેટિક ઈ-ફાઈલમાં પરિવર્તિત કરી મરામત, મજબૂતીકરણ કે નવા બનાવવા માટેની મંજૂરી પ્રક્રિયા વરિષ્ઠ અધિકારીઓ દ્વારા ચકાસી શરૂ કરાશે.દર ત્રણ મહિને સમીક્ષા બેઠક યોજાશે.(૪૦.૧૧)
વિવિધ વિભાગ પાસે ૧.૫ લાખ ભૌતિક જાહેર સંપત્તિ
સરકારના વિવિધ વિભાગો દ્વારા બનાવાયેલી અને જાળવવામાં આવતી આવી ભૌતિક જાહેર સંપત્તિઓમાં તૂટી પડયો અને તે પછી રસ્તા, પુલ, ઇમારતો અને અન્ય નાગરિક માળખાકીય સુવિધાઓની સંખ્યા દોઢ લાખ જેટલી છે. છેલ્લા કેટલાક સમયમાં પાદરા પાસે ગંભીરા પુલ અનેક સરકારી પુલોમાં તિરાડ પડી હોવાના અને મેઇન્ટેનન્સ માગતા હોવાનું બહાર આવ્યું હતું.
પોર્ટલમાં કઈ બાબતો હશે
*રસ્તા-પુલ અને ઇમારતો
*જીઆઇએસ આધારીત ભૌગોલિક સ્થાન અને તેની તસવીરો
*જવાબદાર અધિકારીની નિમણૂક
*દરેક સંપત્તિની આવરઘ
*ગંભીર-અસુરક્ષિત સંપત્તિ યાદી
*વિભાગોમાં સમર્પિત મોનિટરિંગ સેલ
*જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર દર અઠવાડિયે પોર્ટલ દ્વારા સમીક્ષા કરી અહેવાલ મોકલશે
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
