<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૬પપ૦ જગ્‍યાઓ ભરાશેઃ ર માર્ચ, અરજીનો છેલ્લો દિવસ

દોડો...દોડો...રહી ન જતા... નોકરીની તક : - વર્ગ-૩ માં સમાજ કલ્‍યાણ નિરીક્ષક, કાર્યાલય અધિક્ષક, જૂનીયર કલાર્ક, સિનીયર કલાર્ક, હેડ કલાર્ક, મહેસૂલી કલાર્કની ભરતી - Https:gsss b.gujarat.gov.in/ ઉપર ઓનલાઇન અરજી કરી શકાય છેઃ ojas.gujarat પણ જોઇ શકાય છે

રાજકોટ તા.૨૦: સતા સાથે સેવા કરવાનો અને સન્‍માન મેળવવાનો મોકો આપતી ૫૩૭૦ સરકારી નોકરીઓ આવી ગઇ છે, જેના માટે ર માર્ચ, ૨૦૨૬ના રાત સુધી ઓનલાઇન અરજી કરી શકાય છે. ઓનલાઇન અરજી કરવા માટે https:// gsssb.gujarat.gov.in/ ઉપર જઇ શકાય છે. ojas.gujarat ઉપર પણ સંપૂર્ણ માહિતી જોઇ શકાય છે.

ગુજરાત ગોૈણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-૩માં ગ્રુપ a (એ)માં ૨૬૯૦ જગ્‍યાઓ તથા ગ્રુપ b (બી) માં ૩૮૬૦ જગ્‍યાઓ ભરવામાં આવનાર છે. ગ્રુપ એ માટે સમાજ કલ્‍યાણ નિરીક્ષક, કાર્યાલય અધિક્ષક, મહેસુલી કલાર્ક, હેડ કલાર્ક, સિનિયર કલાર્ક વિગેરે જગ્‍યાઓ ભરાશે તથા ગ્રુપ બીમાં જુનિયર કલાર્કની જગ્‍યાઓ ભરવામાં આવશે. કુલ ૬૫૫૦ જગ્‍યાઓ ભરવામાં આવનાર છે. શૈક્ષણિક લાયકાત, ફી, પરીક્ષા, સિલેબસ, ઉંમર સહિતની તમામ વિગતો ઉપરોકત વેબસાઇટ ઉપરથી મેળવી શકાશે.

તો જલ્‍દી કરો, યોગ્‍ય લાયકાત, આત્‍મવિશ્વાસ, હકારાત્‍મક અભિગમ સાથે ઇશ્વરમાં શ્રધ્‍ધા રાખીને જલ્‍દીથી અરજી કરી દો. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સોૈને ઓલ ધ બેસ્‍ટ.

(10:36 AM IST)