<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

નાગરિકોની સુખાકારી સર્વાંગી વિકાસની કેડી કંડારતું બજેટ : ચેતન રામાણી

રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ સૌરાષ્‍ટ્રના ખેડૂત નેતા ચેતનભાઇ રામાણી એ રાજ્‍યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજુ કરેલા રૂ. ૪,૦૮,૦૫૩ કરોડની પુરાંત વાળુ ઐતિહાસિક વિકાસલક્ષી બજેટ જાહેર કર્યું તે આવકારી અભિનંદન   પાઠવતા જણાવ્‍યું  કે, ગુજરાતે છેલ્લે ત્રણ દાયકાથી સાતત્‍યપૂર્ણ વિકાસ કરી રાજ્‍યની વિકાસ યાત્રાને સતત આગળ ધપાવે છે ત્‍યારે ગુજરાત દેશના વિકાસમાં પોતાનો ફાળો ઉતરોત્તર વધારી દેશના ગ્રોથ એન્‍જીન તરીકે પ્રસ્‍થાપિત થયુ છે  હરણફાળ વિકાસને વેગવંતો રાખવા તેમજ વિરાસયાત્રાને વઘુ ગતિશીલ બનાવનારુ આ બજેટ સમાજના દરેક વર્ગ ગરીબ, યુવા, ખેડૂતો અને મહિલાના કલ્‍યાણની સાથે ઉદ્યોગ જગતને પણ ફાયદાકારક છે, જેમા નાગરિકોની સુખાકારી અને સર્વાંગી વિકાસને કેન્‍દ્રમાં રાખીને તૈયાર થયેલા આ બજેટથી ગુજરાત આર્થિક અને સામાજિક વિકાસના નવા શિખરો સર કરશે. 

બજેટમાં ટેક્‍સટાઈલ નીતિ હેઠળ રોકાણોને પ્રોત્‍સાહન, એમ.એસ.એમ.ઈ. એકમોને ટેકનોલોજી અપગ્રેડેશન માટે સહાય અને નવા ટેક્‍સટાઈલ પાર્કની જાહેરાતથી ઉદ્યોગમાં લાખો રોજગારીનું સર્જન થશે. ખેડૂતોને આધુનિક ટેકનોલોજી અને સિંચાઈ સુવિધા માટે કરવામાં આવેલી જોગવાઈઓર્થી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બનશે તેમ અંતમાં ચેતન રામાણીએ જણાવ્‍યું છે. 

(3:23 PM IST)