<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

ફોરમ ઓફ સીવીલીયન પેન્‍શનર્સ એસો. દ્વારા ધરણા

રાજકોટ : ફોરમ ઓફ સીવીલીયન પેન્‍શનર્સ એસોસીએશન દ્વારા નક્કી કર્યા મુજબ દરેક રાજયમાં કેન્‍દ્ર સરકાર દ્વારા પેન્‍શન માટે બનાવેલા કઠોર નિયમોને અને આ કઠોર નિયમોને સેન્‍ટ્રલ ગર્વમેન્‍ટના ૮માં પગાર પંચમાંથી દુર કરવાની માંગણી સાથે ફોરમ ઓફ સીવીલીયન પેન્‍શનર્સ એસોસીએશનના બેનર હેઠળ અમદાવાદ ખાતે રાજયકક્ષાના માસ ધરણાનું આયોજન કરવામાં આવેલ. રાજય સરકારના પેન્‍શનર્સ એસોસીએશનના ફેડરેશનના ઉપપ્રમુખ ભરતભાઇ પટેલે પણ ટેકો જાહેર કરેલ છે. મનુભાઇ ચનિયારા, એન.એન. પટેલ, એ.જે. ગોસાઇ, વી.કે. પંડયા, જે.ટી. સંઘવી, એ.એન. પટેલ, આર.સી. શર્મા, પી.પી. ગામી, યુ.કે. નાઇર, બી.એમ. માળી, એસ.બી. પટેલ, જયંત પંચાલ વિગેરે પેન્‍શનરોએ આવેદનપત્ર આપવામાં આવેલ. ડીસ્‍ટ્રીકટ બ્રાન્‍ચમાંથી શ્રીમતી નીરુબેન સોલંકી, અશોક હિન્‍ડોચા, લાભુબેન સાવલીયા, પરેશભાઇ પંડયા, જે.જી. નાયક, મનુભાઇ ચનીયારા, નટુભાઇ પટેલ, ભરતભાઇ પટેલ, પી.પી. ગામી વગેરે ધરણા કાર્યક્રમમાં જોડાયા હોવાનું યાદીમાં જણાવાયું છે. 

(3:23 PM IST)