<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

સોમવારે વિધાનસભામાં વંદેમાતમ્‌ પર ચર્ચાઃ પ માર્ચે ગૃહમાં રજાઃ ૧૪ માર્ચે ચર્ચા-મતદાન

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગરઃ તા.ર૦, સમિતિની બેઠક ગઇ કાલે અધ્‍યક્ષશ્રીના સમિતિખંડમાં મળી હતી. સમિતિએ આ બેઠકમાં નીચે મુજબની ભલામણો કરી છે.વિધાનસભાના અધ્‍યક્ષ શંકર ચૌધરીએ જણાવેલ કે   સોમવાર, તા.૨૩/૦૨/૨૦૨૬ના રોજ નિયમ-૧૨૦ હેઠળનામુખ્‍યમંત્રીશ્રીના ‘‘વંદેમાતરમ'' ગાનના ૧૫૦ વર્ષની ઉજવણી અંગેના સરકારી સંકલ્‍પ પર ચર્ચા કરવી અને તેને ૯૦ મિનિટનો સમય ફાળવવો તથા ત્‍યારબાદ તે દિવસની બેઠકના નિર્ધારીત કામકાજ રાજયપાલના આભાર પ્રસ્‍તાવ પર ચર્ચા (ત્રીજા અને છેલ્લા દિવસ) હાથ ધરવી અને ચર્ચા માટે ગૃહનો સમય ૯૦ મિનિટ લંબાવવો.

  ગુરુવાર, તા.૦૫/૦૩/૨૦૨૬ના રોજની સભાગૃહની બેઠક રદ કરવી અને શનિવાર, તા.૨૮/૦૨/૨૦૨૬ના રોજ સભાગૃહની બેઠક રાખવી અને તેમા તા.૦૫/૦૩/૨૦૨૬ના રોજની નિર્ધારીત તારાંકિત પ્રશ્નોત્તરી હાથ ધરવી. ગુરુવાર, તા.૨૬/૦૨/૨૦૨૬ના રોજનું બિન-સરકારી કામકાજ શુક્રવાર, તા.૨૭/૦૨/૨૦૨૬ના રોજ હાથ ધરવું તેમજ ગુરુવાર, તા.૦૫/૦૩/૨૦૨૬ના રોજનું નિર્ધારીત બિન-સરકારી કામકાજ રદ કરવું. 

ગુરુવાર- શુક્રવાર,૨૬/૦૨/૨૦૨૬ અંદાજપત્ર પર સામાન્‍ય ચર્ચા (બીજો દિવસ) ૨૭/૦૨/૨૦૨૬ (૧) અંદાજપત્ર પર સામાન્‍ય ચર્ચા ( ત્રીજો દિવસ) (૨) બિન-સરકારી સંકલ્‍પો, શનિવાર ૨૮/૦૨/૨૦૨૬(૧) પૂરક વિનિયોગ વિધેયક,(૨) અંદાજપત્ર પર સામાન્‍ય ચર્ચા (ચોથો અને છેલ્લો દિવસ)

 શુક્રવાર, તા.૦૬/૦૩/૨૦૨૬ના રોજની સભાગૃહની બેઠક રદ કરવી અને તા.૧૪/૦૩/૨૦૨૬ના રોજ સભાગૃહની બેઠક રાખવી અને તેમાં તા.૦૬/૦૩/૨૦૨૬ના રોજની નિર્ધારીત તારાંકિત પ્રશ્નોત્તરી હાથ ધરવી. તદનુસાર સભાગૃહનું કામકાજ હવે, નીચે મુજબ રહેશે.

સોમવારઃતા. ૦૯/૦૩/૨૦૨૬ (૧) વધારાના ખર્ચની માંગણીઓ પર ચર્ચા અને મતદાન (૨) માંગણીઓ પર ચર્ચા અને મતદાન (પહેલો દિવસ)

મંગળવારઃ તા,૧૦/૦૩/૨૦૨૬, પહેલી બેઠક માંગણીઓ પર ચર્ચા અને મતદાન (બીજો દિવસ)બીજી બેઠક માંગણીઓ પર ચર્ચા અને મતદાન (ત્રીજો દિવસ)

બુધવાર ગુરૂવારઃ તા,૧૧/૦૩/૨૦૨૬ માંગણીઓ પર ચર્ચા અને મતદાન (ચોથો દિવસ) ૧૨/૦૩/૨૦૨૬ પહેલી બેઠક માંગણીઓ પર ચર્ચા અને મતદાન (પાંચમો દિવસ)

બીજી બેઠકઃમાંગણીઓ પર ચર્ચા અને મતદાન (છઠ્ઠો દિવસ)શુક્રવાર ૧૩/૦૩/૨૦૨૬ (૧) માંગણીઓ પર ચર્ચા અને મતદાન (સાતમો દિવસ) (૨) બિન-સરકારી સંકલ્‍પો.

શનિવારઃ ૧૪/૦૩/૨૦૨૬ માંગણી ઓ પર ચર્ચા અને મતદાન (આઠમો દિવસ)

મંગળવાર, તા.૨૪/૦૩/૨૦૨૬ના રોજ સન ૨૦૨૬નું વિધેયક ક્રમાંક-૨સન ૨૦૨૬નું ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ (સુધારા) વિધેયક ચર્ચા માટે હાથ ધરવું અને તેની વિચારણા પૂરી કરવી. 

(3:44 PM IST)