News of Friday, 20th February 2026
સુરતના મિલેનિયમ ટેક્સટાઈલ માર્કેટ-2ની દુકાનમાં ભયંકર આગ ભભૂકી : લાખોનો માલ બળીને ખાખ
કાપડ અને પેકિંગ મટીરિયલની ચીજવસ્તુઓ હોવાને કારણે આગ જોતજોતામાં વિકરાળ બની :4 ફાયરની ગાડીએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

સુરત :શહેરના રિંગરોડ વિસ્તારમાં આવેલી જાણીતી મિલેનિયમ ટેક્સટાઈલ માર્કેટ-2માં વહેલી સવારે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં કાપડનો લાખો રૂપિયાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે
કાપડ અને પેકિંગ મટીરિયલની ચીજવસ્તુઓ હોવાને કારણે આગ જોતજોતામાં વિકરાળ બની હતી. આગના કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર-દૂર સુધી દેખાવા લાગ્યા હતા,
રત ફાયર વિભાગે આગની ગંભીરતાને ધ્યાને રાખીને શહેરના ચાર અલગ-અલગ 4 ફાયર સ્ટેશનો માન દરવાજા, ઉધના, ડુંભાલ અને ઘાંચી શેરીની ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની સતર્કતાને કારણે આગને માર્કેટની અન્ય દુકાનોમાં ફેલાતી અટકાવી શકાઈ હતી.
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
