<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

ગરુડેશ્વર તાલુકામાં આડો સંબંધ હોવાનું કહી પત્ની સાથે ઝઘડો કરતા પતિ નું અભયમ્ ટીમે એ સમાધાન કરાવ્યું

( ભરત શાહ દ્વારા )નર્મદા: નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાંથી એક મહિલાએ 181 અભયમ્ પર કોલ કરી જણાવેલ કે તેમના પાડોશી વ્યક્તિઓ કોઈ વ્યક્તિ સાથે સંબંધ છે એવા આરોપ કરી ઝગડા કરવા આવે છે મારઝુડ કરે છે. આ સાંભળીને રાજપીપળા અભયમ્ ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી બન્ને પક્ષોનું કાઉન્સેલિંગ કરી સમાધાન કરાવ્યું હતું.

    મળતી માહિતી અનુસાર પીડિત મહિલા ના જણાવ્યા મુજબ તેમના પતિ કામધંધાના અર્થે બહાર રહે છે અને ત્રણ દીકરીઓ સાથે તેઓ એકલા ઘરે રહે છે.તેમની પાડોશમા રહેતા કુટુંબના જ વ્યક્તિઓ વારંવાર ઝગડો કરે છે. બે ઘરના મળીને સામાવાળા પાંચ વ્યક્તિઓ ભેગા થઈ રાત્રિના દસ વાગ્યાની આસપાસ ઘરના પાછળના દરવાજે સંતાઇ દરવાજો ખખડાવતા હતા. ત્યારબાદ મહિલાએ દરવાજો ખોલતા તેઓ બોલાચાલી કરવા લાગ્યા તારા અન્ય વ્યક્તિ સાથે સંબંધ છે. કોઈક તારા ઘરમાં આવે છે. તેમજ તેમના પતિને પણ કાન ભરે છે જેના કારણે તેમના પતિ અહીં આવીને નશો કરીને ઝગડો કરે છે. તેમજ ચારિત્ર્ય પર તેઓ ખરાબ ટિપ્પણી કરે છે. અને મારઝુડ કરી અહીં રહેવા ન દેવા માટે બધા મળીને ધમકી આપતા હતા. ત્યારબાદ અભય ટીમે સામાપક્ષનું કાઉન્સેલિંગ કરતા તેઓએ જણાવતા કે રોજ ચાર પાંચ દિવસથી અહીં રસ્તા પર એક ગાડી ઉભી જોઈએ છે એના ઘરમાં જ કોઈક આવતું હશે માટે અમે રાત્રે એમને પકડવા માટે સંતાઈ રહ્યા હતા. પીડિત મહિલા જણાવતા કે સામાવાળા નશો કરીને પછી ખરાબ શબ્દો બોલી મારઝુડ કરવા લાગ્યા. અને મને ખબર પણ નથી રસ્તે અવર જવર કરવા વાળા પણ હોય શકે અને મને આ રીતે ત્રાસ આપે છે અને રહેવા દેતા નથી. મારા પતિ બહાર રહે છે. એટલે હું એકલી હોઈ માટે બધા શારીરિક માનસિક ત્રાસ આપે છે. સામાવાળાને કાયદા અંગે માહિતી આપી અને સામાવાળા ભૂલ સ્વીકારી ફરિયાદી પાસે માફી માગી હતી. ફરી વાર ખોટી રીતે હેરાનગતિ કે તાકાઝાકી કરીશું નહીં અને મારઝુડ કે કોઈ પણ રીતે ધાક ધમકી આપીશું નહીં. જે અંગે બાહેંધરી આપતા લખાણ લઈ સમાધાન કરાવ્યું હતું

(11:11 PM IST)