તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th February 2026
રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં સવારે માવઠું : માવઠાથી વાતાવરણ પલટાયું, ખેડૂતોના જીવ તાળવે ચોંટયા
શિયાળો, ઊનાળો અને વરસાદી માવઠાની આ ટ્રિપલ ઋતુમાં બીમારીનો આંકડો પણ વધવાની શક્યતા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:વાતાવરણમાં આવેલા પલટા ની અસર રાજપીપળા સહિત નર્મદા જીલ્લામ જોવા મળી છે. વહેલી સવારે પડેલા કમોસમી વરસાદને કારણે સમગ્ર પંથકમાં ઠંડક તો પ્રસરી ગઈ છે. જોકે, આ ‘માવઠા’ના કારણે પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે.
રાજપીપળા માં આજે સવારથી જ ઘેરાયેલા વાદળો જોવા મળ્યા અને વરસાદી વાતાવરણ બાદ માવઠું થયું હતું જેમાં રાજપીપળા સહિત આખા જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં એકાએક પલટો આવતા આ ટ્રિપલ ઋતુનો અહેસાસ થયો.
કમોસમી વરસાદ ખેતી ના પાક ને નુકશાન કરી શકે તેમ હોય જેમાં ઘઉં, ચણા અને શાકભાજીના ઉભા પાકને નુકસાન થવાની શક્યતાથી ખેડૂતો ચિતામાં મુકાયા છે. આમ ટ્રીપલ ઋતુમાં સરકારી અને ખાનગી દવાખાનામાં દર્દીઓ ની સંખ્યા વધી રહી છે.
જોકે થોડીવાર ઝરમર વરસાદ બાદ વરસાદ બંધ થતા ખેડૂતો એ હાશકારો મેળવ્યો હતો.
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
