તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th February 2026
નર્મદા જિલ્લામાં 4000 હેક્ટર શેરડીના વાવેતરમાં મોટાભાગના પાકમાં જીવતોના ઉપદ્રવથી ખેડૂતો ચિંતામાં
કૃષિ યુનિર્વસિટીના નિષ્ણાતો દ્વારા સર્વેમાં જાહેર થયું, નર્મદા જિલ્લાના શેરડીની ખેતી કરતા ખેડૂતોને ખેતીવાડી શાખા દ્વારા રોગો સામે લડવા જરૂરી સૂચનો અપાયા

(ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લામાં 4000 હેક્ટર શેરડીનું વાવેતર ખેડૂતો કરે છે. જેમાં નર્મદા સુગર ફેક્ટરી સહીત અન્ય કોલા માટે પણ આ ખેડૂતો શેરડી તૈયાર કરતા હોય છે.તાજેતરમાં કૃષિ યુનિર્વસિટીના નિષ્ણાતો દ્વારા સર્વે કરવામાં આવ્યું જેમાં શેરડી ના પાકમાં રોગ ફેલાયો હોવાનો રિપોર્ટ આવ્યો જેમાં ખાસ કરી મોટાભાગના પાકમાં ચટાપટા, ઘાસીયા જડા અને લામવામતા ચુસીયા જીવતો ના ઉપદ્રવ વધ્યો છે જેનાથી શેરડીના સાંઠા માં સુકારો લાગે છે અને શેરડી મરી જાય છે. આ રોગ ધીરે ધીરે એક ખેતર માંથી બીજા ખેતરમાં ફેલાતો હોય ખેડૂતો ની ચિંતામાં વધારો થયો છે. આ રોગના નિયંત્રણ માટે નર્મદા જિલ્લાના ખેતીવાડી શાખા દ્વારા રોગો સામે લડવા જરૂરી સૂચનો જાહેર કરી ને ખેડૂતો ને જરૂરી દવાનો છંટકાવ, દવા નો ડૉઝ આપવા સાથે વધુ માહિતી માટે જે તે ખેડૂતે પોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી નો સંપર્ક કરવાની પણ સૂચના આપી છે.
આ બાબતે વધુ માહિતી આપતા ખેતીવાડી આધિકારી વિનોદભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેતરમાં રોગ ના આવે એ માટે દરેક ખેડૂતે તંદુરસ્ત બીજની પસંદગી કરવી અને રોગ પ્રતિકારક જાતો વાવવી. ઉનાળામાં હળથી ઉંડી ખેડ કરવી જેથી જમીનમાં રહેલ ચેપ ખુલ્લો પડે અને સુર્યના તાપમાં તેનો નાશ થાય. ત્રિસ્તરીય પધ્ધતિથી ગરમીની માવજત આપીને તૈયાર કરેલ તંદુરસ્ત બિયારણ વાપરવાનો આગ્રહ રાખવો. બે થી ત્રણ આંખવાળા ટુકડાને એમીસાન (2 ગ્રામ/લી.) અથવા કાર્બેન્ડેઝીમ (1 ગ્રામ/લી.) ના દ્રાવણમાં 5 થી 10 મીનીટ બોળી પછી કટકા રોપવા. વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહીં તથા વધારે પડતાં નાઈટ્રોજન યુક્ત ખાતરોનો ઉપયોગ ટાળવો. જમીનની જૈવિક પ્રક્રિયાઓ વધે અને રોગકારકોનો નાશ થાય માટે શક્ય હોય ત્યારે શણ કે ઈક્કડ જેવો લીલો પડવાશ કરવો. સુગર ફેકટરીઓ દ્વારા બનાવવામાં આવતો એનરીચ બાયો કમ્પોસ્ટ વાપરવા. સુકારા અને રાતડા કે ટુકડાના સડા જેવા રોગના રોગ કારકો લાંબા સમય જમીનમાં જીવંત રહેતા હોવાથી લાંબા ગાળાની પાક ફેરબદલી કરવી જોઈએ.
ઉભા પાકમાં જો રોગની શરૂઆત જણાય તો નીચે મુજબના પગલાં લેવા:
રોગગ્રસ્ત ખેતરમાં શેરડીનો લામપાક રાખવો નહીં કારણ કે રોપાણ પાક કરતાં લામ પાકમાં રોગોનું પ્રમાણ વધુ હોય તથા તેમાંથી રોપણી માટે બિયારણ પણ લેવું નહી. શકય હોય તો રોગગ્રસ્ત શેરડીની કાપણી જલ્દી કરવી. રોગગ્રસ્ત ખેતરમાંથી તંદુરસ્ત ખેતરમાં પાણી આવવા દેવું નહી, કારણ કે આ રોગો પાણી દ્વારા એક ખેતરમાંથી બીજા ખેતરમાં ફેલાય છે. રોગવાળા આખા ઉભા પાકમાં ફુગનાશક દવાનો ઉપયોગ બીન અસરકારક તેમજ ખર્ચાળ હોવાથી તે સલાહ ભરેલ નથી. સુકારો/રાતડો/ટુકડાનો સડો રોગનો ઉપદ્રવ જોવા મળેથી રોગગ્રસ્ત જડીયાને મુળ સાથે ઉખાડી નાશ કરવો. તે જગ્યાએ જમીનમાં કાર્બેન્ડીઝમ (૧ગ્રામ/લી.) દ્રાવણ બનાવી રેડવું. ચાબુક આંજીયો રોગ જણાય કે તુરંત જ ચાબુક પર રહેલ ચળકતું આવરણ તુટે તે પહેલાં અસરગ્રસ્ત જડીયાને ઉખાડી બાળી નાશ કરવો કારણ કે પડ તુટયા પછી તેના બીજાણુંઓ હવા અને કીટકો મારફત ફેલાય છે. જેથી પડ તુટે તે પહેલાં તેનો નાશ કરવો જોઈએ.
ચટાપટા, ઘાસીયા જડા અને લામવામતા રોગનો ઉપદ્રવ જોવા મળેથી રોગવાળા જડીયાનો ઉખાડીને નાશ કરવો અને તેનો ફેલાવો અટકાવવા શોષક પ્રકારની જતુંનાશક દવાનો છંટકાવ કરવો જેથી વિષાણુંજન્ય રોગો ચુસીયા પ્રકારની જીવાતથી ફેલાતા અટકે. ગેરૂ, પાનના ટપકાં કે ઝાળ રોગ જણાય તો મેન્કોઝેબ (૨ ગ્રામ/લી.)ના દ્વાવણનો છંટકાવ કરવો. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અને અનુસરવા જણાવવામાં આવે છે
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
