<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ રાજપીપળા ખાતે માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

(ભરત શાહ દ્વારા ) નર્મદા:શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ રાજપીપળા અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત ડો. હિતેશ ગાંધીના સંયોજનમાં માતૃભાષા મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. જેમાં મુખ્ય વક્તાઓ તરીકે એમ આર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, રાજપીપળા ગુજરાતી વિભાગના વડા એસ કે પટેલ તથા ગરુડેશ્વર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ગુજરાતી વિષય ના પ્રાધ્યાપિકા જલ્પાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

     કાર્યક્રમની શરૂઆત કોલેજના આચાર્ય ડૉ હિતેશ ગાંધી દ્વારા મહેમાનો ના શાબ્દિક સ્વાગત  સાથે કરવામાં આવી હતી. વક્તાઓનું  પુસ્તક તથા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. વક્તા એસ.કે પટેલ દ્વારા ગુજરાતી ભાષાના ઇતિહાસ , માતૃભાષા દિવસની ઉજવણી આજ દિવસે શા માટે કરવામાં આવે છે તેનો ઇતિહાસ  વગેરે વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમના બીજા મુખ્ય વક્તા જલ્પાબેન પટેલે  વિદ્યાર્થીઓને ખૂબ જ રસ પડે તેવા ભાષાને લગતા ઉદાહરણો આપીને ભાષા પ્રત્યેનો પોતાનો પ્રેમ ઉજાગર કર્યો હતો તથા વિદ્યાર્થીઓને પણ પોતાની માતૃભાષાને વળગી રહેવાનું સૂચન કર્યું હતું. કાર્યક્રમને અંતે આભાર વિધિ પ્રા. ક્રિષ્નાબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં 140 થી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ સમગ્ર શૈક્ષણિક સ્ટાફ તથા વહીવટી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના અધ્યાપિકા કિંજલબેન ત્રિવેદી એ કર્યું હતું.

(11:18 PM IST)