તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
દેશી ગાય માતા એ પ્રાકૃતિક ખેતીનો આધારસ્તંભ : આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લામાં ભાદરા ગામે યોજાયો પ્રાકળતિક કળષિ પરિસંવાદ : રાજ્યપાલશ્રીએ કળષિ સખી, કિસાન મિત્રો તેમજ ખેડૂતોને સંબોધીને પ્રાકળતિક કળષિ અંગે પ્રેરણા આપીઃ રાજ્યપાલશ્રીએ સેવા સેતુ કાર્યક્રમ અને પ્રાકળતિક કળષિના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી

જામનગર, તા.,૨૧ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે ગ્રામ કલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત ‘સેવા સેતુ' કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતળત્વમાં સમગ્ર ગુજરાતમાં પ્રાકળતિક ખેતી અભિયાન જન આંદોલન બન્યું છે. ગુજરાતમાં સૌપ્રથમ પ્રાકળતિક કળષિ યુનિવર્સિટીની સ્થાપના હાલોલમાં કરવામાં આવી છે. ખેડૂતોને પ્રાકળતિક કળષિ તરફ પ્રેરવાનો મુખ્ય ઉદ્દેશ્ય ઝેરમુક્ત ખેતપેદાશ પૂરી પાડીને જમીન અને નાગરિકો બંનેને સ્વસ્થ રાખવાનો છે. રાસાયણિક ખેતીને કારણે આપણી ધરતીની ઓછી થયેલી ફળદ્રુપતાને પુનઃ મેળવવા અને ભૂગર્ભ જળસ્તર જાળવવા માટે હવે પ્રાકળતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ છે. પ્રાકળતિક કળષિ એ ઇશ્વરીય કાર્ય છે.
જંગલમાં કોઈ ખાતર નાખતું નથી, છતાં ત્યાં પ્રાકળતિક રીતે વળક્ષો વિકસે છે કારણ કે ત્યાં રસાયણો નંખાતા નથી. પ્રાકળતિક ખેતીમાં જીવામળત, બીજામળત અને આચ્છાદન જેવી પદ્ધતિઓ અપનાવવાથી જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધે છે. અળસિયા દ્વારા નેચરલ વોટર હાર્વેસ્ટિંગ થાય છે. આ ઉપરાંત તે જમીનને પોચી બનાવી તેની ભેજ સંગ્રહશક્તિમાં નોંધપાત્ર વધારો કરે છે. રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકળતિક ખેતીમાં ખર્ચ નહિવત છે અને ઉત્પાદન વધુ છે.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કરે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે, જિલ્લામાં પ્રાકળતિક ખેતીને વેગ આપવા માટે ૧૪૦ ક્લસ્ટર કાર્યરત કરાયા છે અને ૧૫૦થી વધુ સી.આર.પી. તથા કળષિ સખીઓ માસ્ટર ટ્રેનર તરીકે ખેડૂતોને તાલીમ આપી રહી છે. આ વર્ષે અંદાજે ૧,૪૮૮ જેટલા ખેડૂતોએ પ્રાકળતિક ખેતીનો સંકલ્પ કર્યો છે, જેના માર્ગદર્શન માટે જિલ્લામાં ૩૧ બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર્સ અને ૨૧૬ મોડલ ફાર્મ તૈયાર કરવામાં આવ્યા છે.
આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર બી.એ. પટેલે પ્રાકળતિક ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક સમજ આપીને તેના દ્વારા ખેતી ખર્ચમાં ઘટાડો કરી, જમીનની ફળદ્રુપતા વધારીને કેવી રીતે વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકાય તે અંગે તેમણે ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમ પૂર્વે રાજ્યપાલશ્રીનું ગાર્ડ ઓફ ઓનર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ મહાનુભાવોનું સ્વાગત મિલેટ બાસ્કેટ દ્વારા કરવામાં આવ્યું હતું. કલેક્ટરશ્રીએ મોમેન્ટો દ્વારા રાજ્યપાલશ્રીને આવકાર્યા હતા. જ્યારે જિલ્લા વિકાસ અધિકારીશ્રી શારદા કાથડે આભાર દર્શન કર્યું હતું.
આ સાથે જ રાજ્યપાલશ્રીએ પ્રાકળતિક કળષિ અંગેના સ્ટોલની પણ મુલાકાત લીધી હતી. આ તકે આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં આવકના દાખલા, આયુષ્માન કાર્ડ, રસીકરણ કેમ્પ, કળષિ અને પશુપાલનલક્ષી જાણકારી સહિતની સરકારની અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભો ગ્રામજનોને ઘર આંગણે પૂરા પાડવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ગામોના સરપંચો, રાજ્યપાલના અગ્રસચિવઅશોક શર્મા, નાયબ વનસંરક્ષક અરૂણ કુમાર, પ્રાંત અધિકારી સ્વપિ્નલ સિસલે સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ અને કળષિ સખીઓ, સી.આર.પી. કિસાન મિત્રો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભાદરા ગામે અનુસૂચિત જાતિ પરિવાર સાથે જમીન પર બેસી ભોજન લઈ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
જામનગરઃ રાજ્યપાલશ્રીના આ સાદગીપૂર્ણ અભિગમથી ગદગદ થયેલા અનિલભાઈ પરમારે હર્ષ સાથે જણાવ્યું હતું કે, અમે સપનામાં પણ વિચાર્યું નહોતું કે રાજ્યના પ્રથમ નાગરિક અમારા જેવા સામાન્ય પરિવારના ઘરે પધારશે. તેમણે અત્યંત પ્રેમથી અમારા ઘરે બનાવેલું મેથી-બટાટાનું શાક, રોટલી અને દાળ જેવું સાદું ભોજન લીધું હતું. આ અમારા જીવનની સૌથી મોટી અને અવિસ્મરણીય પળ છે. (તસ્વીરઃ અહેવાલઃ મુકુંદ બદીયાણી-જામનગર)

(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
