<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

અમદાવાદનું નામ ફરી કર્ણાવતી કરવામાં કોની રાહ જોવાય છે?

તંત્રીશ્રી,

આપણી સરકારે સત્તાગ્રહણ કર્યા બાદ દેશના ઘણાં નગરો, એરપોર્ટ, રસ્‍તાઓ કે મિલ્‍કતોનાં નામ બદલ્‍યાં છે. આપણાં ઘણાં શહેરોમાં પાછળ ‘બાદ' શબ્‍દ આવે છે. જેમ કે હૈદ્રાબાદ, ફૈઝાબાદ, અલહાબાદ... વગેરે. પરંતુ પાછળથી ફૈઝાબાદનું અયોધ્‍યા, ઇલાહાબાદનું પ્રયાગરાજ, અકબર ભવનનું સરદાર પટેલ ભવન, વિકટોરીયા ટર્મીન્‍સનું શિવાજી છત્રપતિ ટર્મીન્‍સ નામકરણ થઇ શકતુ હોય તો અમદાવાદ કેમ આમાથી બાકાત રહે. અંગ્રેજીમાં અમદાવાદને પણ અહમદાબાદ કહેવાય છે. જયારે આ જ શહેર વર્ષો પહેલા કર્ણાવતી નામથી ઓળખાતુ હતુ. ત્‍યારે અન્‍ય નામો બદલાઇ શકતા હોય તો અમદાવાદને ફરી કર્ણાવતી પ્રસ્‍થાપીત કરવામાં કોની વાટ જોવાય છે? 

- ભરત અંજારીયા (મો.૯૫૧૨૭ ૧૭૮૫૪)

(3:48 PM IST)