<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

હીરામણિ સ્‍કૂલ નર્સરી / કે.જી. વિભાગમાં રમતોત્‍સવ

રાજકોટ : અમદાવાદની હીરામણિ સ્‍કૂલમાં ભણતરની સાથે-સાથે રમત-ગમતની પ્રવળત્તિમાં વિદ્યાર્થીઓ નિપૂર્ણ બને તે દ્રષ્ટિને ધ્‍યાનમાં રાખીને નર્સરી - જુનિયર કે.જી.  ને સિનિ.કે.જી.ના ૩૨૦ જેટલા નાના ભૂલકાઓ દ્વારા હીરામણિ સ્‍પોર્ટસ ગ્રાઉન્‍ડમાં યોગા, દોડ, કરાટે, લીંબુચમચી વગેરે જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહન આપવા સંસ્‍થાના પ્રમુખશ્રી નરહરિ અમીન, ઉપપ્રમુખશ્રી નીતાબેન અમીન, મેનેજિંગ ટ્રસ્‍ટી ડૉ.વરુણ અમીન, ટેઝરર શ્રીમતી વિજુલ અમીન, સી.ઈ.ઓ ભગવતભાઈ  અમીને  હાજરી આપી હતી. દર વર્ષે હીરામણિ સ્‍કૂલમાં રમતોત્‍સવનું આયોજન કરવામાં આવે છે, ઈનામો આપવામાં આવે છે

(2:52 PM IST)