તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
એક સગીર વયની બાળકિશોરીનુ અપહરણ કરી લઈ જનાર આરોપીને બાળકિશોરી સાથે રાજસ્થાન ખાતેથી ઝડપી પાડતી સુરતની પુણા પોલીસ
સર્વેલન્સ સ્ટાફના પોલીસ સ્ટાફના માણસો સાથે અલગ-અલગ ટીમ વર્કઆઉટ, ટેકનીકલ વર્ક આઉટ તથા હ્યુમન સોર્સીસ આધારે ભોગ બનનાર તથા આરોપી નાઓ રાજસ્થાન રાજસમંદ જીલ્લાના દેવગઢ ગામ ઘાટી ખાતે હોવાનું જાણવા મળતા પકડી લીધા

સુરત તા.૨૧ : પોલીસ કમીશ્નર સુરત શહેર તથા ખાસ પોલીસ કમીશ્નર સેકટર-૧ તથા નાયબ પોલીસ કમીકાર ઝોન-૧ તેમજ મદદનીશ પોલીસ કમીશ્નરશ્રી "બી- ડીવીઝન નાઓએ સગીર વયની બાળાઓ તથા બાળકિશોરનાઓના ગુમ/અપહરણ સંબંધી ગંભીર ગુન્હાઓના ગુમ/અપહરણ થયેલ નાને શોધી કાઢવા તથા ગુન્હાઓના આરોપીઓને ત્વરીત પકડી પાડવા સારૂ આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ગઇ તા- ૧૪/૦૯/૨૦૨૫ના કલાક-૦૭/૦૦ વાગ્યાના અરસામા ઘર નં. ૧૧,૧૨,જય યોગેશ્વર સોસાયટી સીતાનગર ચોક પુણાગામ સુરત શહેર ખાતેથી ગુમ/અપહરણ થનાર બાળકિશોર જેની ઉ.વ. ઉ.વ-૧૭ વર્ષ ૦૨ માસ નાને ગુમ/અપહરણ થયા અંગેની પુણા પોલીસ સ્ટેશન ખાતે "A" પાર્ટ FIR નંબર- ૧૧૨૧૦૦૪૬૨૫૧૧૦૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ-૧૩૭(૨) મુજબ નો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ.
ઉપરોકત દાખલ થયેલ ગુન્હા અન્વયે પુણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.એમ.દેસાઈ તથા ।। પોલીસ ઇન્સ્પેકટર આર.એચ.મોરી નાઓએ ઉપરોક્ત ગુન્હાઓની ગંભીરતા સમજી ગુન્હામાં ગુમ/અપહરણ થનાર બાળકિશોરનાને શોધી કાઢવા તથા અપહરણ કરી લઈ જનાર આરોપીને પકડી પાડવા સારૂ યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડેલ જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના પો.સબ.ઈન્સ ડી.કે.બોરાણા તથા પ્રો.પો.સબ.ઈન્સ પી.એલ.કળથીયા સાથેના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સ્ટાફના માણસો સાથે અલગ-અલગ ટીમ વર્કઆઉટ કરતા તે દરમ્યાન ટેકનીકલ વર્ક આઉટ તથા હ્યુમન સોર્સીસ આધારે ભોગ બનનાર તથા આરોપી નાઓ રાજસ્થાન રાજસમંદ જીલ્લાના દેવગઢ ગામ ઘાટી ખાતે હોવાનું જાણવા મળતાની સાથે તુરંત એક ટીમ જેમાં પ્રો.પો.સબ.ઈન્સ પી.એલ.કળથીયા તથા અ.હે.કો દિલિપભાઈ કાંતીલાલ બ.નં-૧૧૯૭ તથા અ.પો.કો ભાવેશ અમૃતભાઈ બ.નં-૩૫૧૬ નાઓએ ઉપરોકત અપહરણ થનાર બાળકિશોરી તથા ગુમ/અપહરણ કરી લઈ જનાર આરોપીના નાને શોધી કાઢી જે પૈકી બાળકિશોરીને અપહરણ કરી લઈ જનાર આરોપીને પણ પકડી પાડી પુણા પો.સ્ટે.ના ગુમ/અપહરણના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલ છે.
(5:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
