<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

કરાઈમાં નર્મદા કેનાલમાં ડૂબતા યુવકનો સ્થાનિકોએ જીવ બચાવ્યો

રહસ્યમય સંજોગોમાં કેનાલમાં ખાબકેલા યુવકને મોત સામે લડતો જોઈ સ્થાનિકોએ અદભૂત હિંમત દાખવી દોરડાની મદદથી સુરક્ષિત બહાર ખેંચી લીધો

કરાઇઃ કરાઈ વિસ્તારમાં પસાર થતી નર્મદા કેનાલમાં એક યુવક અકસ્માતે ખાબક્યો હતો. પાણીના તેજ પ્રવાહમાં તણાઈ રહેલા આ યુવક માટે સ્થાનિક લોકો દેવદૂત બનીને આવ્યા હતા અને પોતાની સૂઝબૂઝથી તેને ઉગારી લીધો હતો.
કરાઈ પાસે નર્મદા કેનાલમાં યુવક કેનાલના ઊંડા પાણીમાં તણાઈ રહ્યો હતો. ત્યાં હાજર સ્થાનિક લોકોએ અદભૂત હિંમત બતાવીને તે યુવકને મોતના મુખમાંથી બહાર ખેંચી લીધો હતો.
શહેરના કરાઈ વિસ્તાર પાસે પસાર થતી નર્મદા કેનાલમાં ગઈકાલે એક યુવક રહસ્યમય સંજોગોમાં ખાબક્યો હતો. યુવક કેનાલના ઊંડા પાણીમાં તણાઈ રહ્યો હતો અને તેનો જીવ જોખમમાં હતો, ત્યારે ત્યાં હાજર સ્થાનિક લોકોએ અદભૂત હિંમત બતાવીને તે યુવકને મોતના મુખમાંથી બહાર ખેંચી લીધો હતો.
ઘટનાની વિગત મુજબ, યુવક કેનાલમાં પડ્યો હોવાનું જોતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. યુવક પાણીમાં ગરકાવ થઈ રહ્યો હતો ત્યારે લોકોએ સમય વેડફ્યા વગર દોરડાની વ્યવસ્થા કરી હતી. સ્થાનિક લોકોએ એકબીજાની મદદથી કેનાલમાં દોરડું નાખ્યું હતું અને યુવકને તે પકડી રાખવા સૂચના આપી હતી. ભારે જહેમત બાદ યુવકને પાણીના પ્રવાહમાંથી સુરક્ષિત બહાર ખેંચી લેવામાં આવ્યો હતો.
કરાઈ પાસેની કેનાલમાં ડૂબતા યુવકને સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરી દોરડાની મદદથી બચાવી લીધો હતો, જેની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.

 

(3:01 PM IST)