તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 22nd February 2026
ગાંધીધામની હોટલમાં રહસ્યમય મોત: રૂમ ખોલતા જ સ્ટાફના હોશ ઉડી ગયા
ખન્ના માર્કેટની મહાદેવ હોટલમાં મહિલાનો મૃતદેહ મળતા ચકચાર: એ-ડિવિઝન પોલીસ દ્વારા સીસીટીવી અને રજિસ્ટરની ઊંડાણપૂર્વક તપાસ શરૂ

ગાંધીધામઃ કચ્છના ગાંધીધામમાં આવેલી એક પ્રતિષ્ઠિત હોટલમાં મહિલાના શંકાસ્પદ મોતને પગલે સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. બંધ રૂમમાંથી લાશ મળી આવતા હત્યા કે આત્મહત્યાના તર્ક-વિતર્કો વચ્ચે પોલીસે વૈજ્ઞાનિક ઢબે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
મળતી માહિતી મુજબ કચ્છના ગાંધીધામના ખન્ના માર્કેટ વિસ્તારમાં આવેલી મહાદેવ હોટલમાં મહિલાના શંકાસ્પદ મોતના કારણે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ઘટના અંગે હોટલ સ્ટાફએ જણાવ્યું હતું કે મહિલા લાંબા સમય સુધી રૂમમાંથી બહાર ન આવતા અને દરવાજો ન ખોલતા શંકા ગઈ હતી. હોટેલના સ્ટાફએ રૂમ તપાસતા અંદરથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. હોટલ સંચાલકોએ ત્વરિત 112 નંબર પર જાણ કરતા ગાંધીધામ એ-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. પોલીસે મહિલાની ઓળખ અને મોતના ચોક્કસ કારણો જાણવા હોટલના સીસીટીવી ફૂટેજ અને રજિસ્ટરની તપાસ હાથ ધરી છે.
ગાંધીધામની મહાદેવ હોટલમાં મહિલાના રહસ્યમય મોતે પોલીસ દોડતી કરી છે. હાલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જે બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
