News of Sunday, 22nd February 2026
અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ તરફ જવાના માર્ગ પર આવતો કટ બંધ કરાતા સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કર્યું
હોટલ હિલલોક પાસેનો કટ બંધ કરી દેવાતા લોકોએ ભારે વિરોધ કર્યો: વૈષ્ણોદેવી થી ઝુંડાલ તરફના બન્ને તરફના માર્ગ ઉપર લાંબો ટ્રાફિક જામ

અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ તરફ જવાના માર્ગ પર આવતો કટ બંધ કરાતા સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું. હોટલ હિલલોક પાસેનો કટ બંધ કરી દેવાતા લોકોએ ભારે વિરોધ કર્યો છે. સ્થાનિક લોકોએ બંને તરફનો રોડ પર રસ્તા રોકો આંદોલન કરીને વાહનવ્યવહાર અવરોધી નાખ્યો હતો.
વૈષ્ણોદેવી થી ઝુંડાલ તરફના બન્ને તરફના માર્ગ ઉપર ભારે ટ્રાફિક જામ થયો હતો. આશરે બે થી ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હોવાનુ સ્થાનિકોનું કહેવું છે. અગાઉ પણ સ્થાનિકો રસ્તો બંધ કરીને વિરોધ કર્યો હતો.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
