તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd February 2026
મહીસાગરના બાલાસીનોર પાસેથી ખાતરની આડમાં લઈ જવાતો 45 લાખનો દારૂ ઝડપાયો:ટ્રક સહિત કુલ 60.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
મહીસાગર એલસીબી અને બાલાસીનોર ટાઉન પોલીસે બાતમીના આધારે હોટલ ગ્રીન પાસે નાકાબંધી કરી ટ્રક ઝડપી પાડી

મહીસાગર જિલ્લાના બાલાસીનોર પાસેથી ખાતરની આડમાં લઈ જવાતો રૂપિયા 45 લાખનો દારૂ ઝડપાયો હતો ટ્રક સહિત કુલ 60.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. દારૂની કિંમત રૂપિયા 45,40,800 ગણાઈ છે. 20,640 નંગ બિયર ટીન ખાતરની આડમાં લઈ જવાતા હતા. આરોપી સુલતાનખાન મહેબૂબખાન (રહે. ઈન્દોર, મધ્યપ્રદેશ) ને ઝડપી પાડ્યો છે. મહીસાગર એલસીબી અને બાલાસીનોર ટાઉન પોલીસે બાતમીના આધારે હોટલ ગ્રીન પાસે નાકાબંધી કરી ટ્રક ઝડપી પાડી હતી. કેન્દ્રીય ખાતરની થેલીઓની આડમાં છુપાવીને લઈ જવાતો હતો વિદેશી દારૂનો જથ્થો. આ જથ્થો ઈન્દોર-અમદાવાદ હાઈવે પરથી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો.
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
