<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

ભાગેડુ પ્રેમલગ્નના વિરોધમાં મહેસાણામાં પાટીદાર સેના અને સર્વ સમાજે વિશાળ પદયાત્રા યોજી

લગ્ન નોંધણીના કાયદામાં મોટા ફેરફાર કરવાની માંગ સાથે આ યાત્રા મહેસાણાથી ઊંઝા ઉમિયા ધામ સુધી યોજાઈ.

અમદાવાદ : ભાગેડુ પ્રેમલગ્નના વિરોધમાં મહેસાણામાં પાટીદાર સેના અને સર્વ સમાજે વિશાળ પદયાત્રા યોજી. લગ્ન નોંધણીના કાયદામાં મોટા ફેરફાર કરવાની માંગ સાથે આ યાત્રા મહેસાણાથી ઊંઝા ઉમિયા ધામ સુધી યોજાઈ. સમાજમાં વધતા ભાગેડુ લગ્નોના કિસ્સાઓ અટકાવવા માટે હવે આંદોલન તેજ બન્યું છે. પાટીદાર સેના અને વિવિધ સમાજના આગેવાનોની મુખ્ય માંગ છે કે લગ્ન નોંધણી સમયે માતા-પિતાની હાજરી અને લોહીના સંબંધ ધરાવતા સાક્ષીની સહી ફરજિયાત કરવામાં આવે. પદયાત્રામાં જોડાયેલા લોકોનું કહેવું છે કે કાયદાની છટકબારીઓનો લાભ લઈ યુવક-યુવતીઓ પરિવારની સંમતિ વગર લગ્ન કરી લે છે, જેનાથી પારિવારિક માળખું જોખમાય છે. આ પદયાત્રા ઊંઝા પહોંચશે, જ્યાં સમાજના આગેવાનો મા ઉમિયાને હૂંડી અર્પણ કરશે.

(8:29 PM IST)