તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd February 2026
બજેટમાં ડેડીયાપાડા, સાગબારા, નેત્રંગ, વાલીયા, ઝગડીયા તાલુકાઓને સિંચાઈથી વંચીત રાખવા બાબતે સાંસદનો સીએમને પત્ર
બાપ-દાદાઓની કિંમતી જમીનો અને ઘરો ડેમના નિર્માણ માટે ભોગ આપેલ છે. તેવા આદિવાસીઓ સિંચાઇથી વંચીત છે

(ભરત શાહ દ્વારા ) નર્મદા: ભરૂચ સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી ડેડીયાપાડા, સાગબારા, નેત્રંગ, વાલીયા, ઝગડીયા તાલુકાઓને સિંચાઈથી વંચીત રાખવા બાબતે રજૂઆત કરી છે.
સાંસદે રજૂઆતમાં જણાવ્યું છે કે ગુજરાતનું બજેટ ગુજરાતના વિસ્તારનો સર્વાગી વિકાસ થવાનો છે. આદિવાસી વિસ્તારોને પણ ખુબજ મહત્વ આપવામાં આવ્યું છે. સિંચાઈક્ષેત્રે પણ આપણી સરકારે દાહોદ, છોટાઉદેપુર જેવા વિસ્તારોને આવરી લીધા છે. દેવમોગરા માતાજીના ધામના વિકાસ માટે પણ કરોડો રૂા. બજેટમાં જોગવાઈ કરી જેના માટે હું આપનો અને નાંણા મંત્રીનો ખુબ ખુબ આભાર માનું છું. પરંતું મેં દેડીયાપાડાના ગંગાપુર ડેમની માંગણી કરી હતી.
છેલ્લા ૧૫ વર્ષથી ગંગાપુર ડેમ બનાવવાની માંગણી દેડીયાપાડા તથા ચીકદા તાલુકાના ખેડુતો કરતા આવ્યા છે. આ ઉપરાંત ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા, વાલિયા તાલુકાને કરજણ આધારીત વિશાલખાડી પ્રોજેકટ સિંચાઈ પ્રોજેક્ટ થી નહેરો મારફત ખેતર સુધી પાણી પહોંચે તેવી બજેટ પહેલા સરકારમાં રજુઆત કરી હતી. નર્મદા ડેમનું પાણી લીફટ કરી કરજણ ડેમમાં નાખી, ગંગાપુર ડેમમાં નાંખવામાં આવે તો દેડીયાપાડા, નેત્રંગ, વાલિયા, ઝગડીયા તાલુકાઓમાં બારેમાસ સિંચાઇની સુવિદ્યા મળે. સિંચાઈની સુવિદ્યા મળતાં પશુપાલનક્ષેત્ર, ડેરી ઉદ્યોગને પણ લાભ થાય તે મુજબની માંગણી કરી હતી. પરંતું અમારા આદિવાસી વિસ્તારને બાકાત રાખવામાં આવતાં અમારા વિસ્તારના પ્રજાજનોને ભારે દુ:ખ છે. આશા રાખું છું અમારા વિસ્તારની સાથે ન્યાય કરશો. ડેડીયાપાડા, ચીકદા તાલુકામાં નર્મદા અને કરજણડેમના અસરગ્રસ્તો પુનઃવસવાટથી રહે છે. જેમના બાપ-દાદાઓની કિંમતી જમીનો અને ઘરો ડેમના નિર્માણ માટે ભોગ આપેલ છે. તેવા આદિવાસીઓ સિંચાઇથી વંચીત છે.
ગરુડેશ્વર, ત્તિલકવાડા તાલુકાઓને પણ નમેદા નહેર નું પાણી સિંચઆઈ માટે આપવુ જરૂરી છે તેમ સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા એ તેમના પત્ર માં સીએમ ને રજુઆત કરી છે.
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
