News of Sunday, 22nd February 2026
રહેમરાહે નોકરીની પ્રક્રિયામાં થતી હેરાનગતિ રોકવા અને જવાબદારો સામે પગલાં લેવા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ની રજુઆત
આગામી ૧૫ દિવસમાં કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો તા.9 માર્ચે કોર્પોરેટ કચેરી, સુરતની બહાર ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ પર બેસીશું અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શનની ચીમકી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં થતી હેરાનગતિ બાબતે અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘ એ વીજ કંપની ના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘ એ વીજ કંપની ના ઉચ્ચ અધિકારીઓ ને કરેલી રજૂઆત માં જણાવ્યા મુજબ સર્ક્યુલર ૨૯૫ (રહેમરાહે નોકરી) હેઠળ મૃતક કર્મચારીઓના વારસદારોની ફાઈલોમાં એચ.આર. વિભાગના સંબંધિત પોર્ટફોલિયો સંભાળતા કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા જાણીબૂઝીને ખોટી કવેરીઓ કાઢવામાં આવી રહી છે
જેમાં સંઘની મુખ્ય રજૂઆતો અને આક્ષેપો નીચે મુજબ છે:
ગરીબ અને ટેકનિકલ કેડરના મૃતક કર્મચારીઓના આશ્રિતોને કચેરીએ રૂબરૂ બોલાવવાના અને આર્થિક કે અન્ય અઘટિત અપેક્ષાઓ રાખવાના બદઈરાદાથી ફાઈલો રોકી રાખવામાં આવે છે. અને બદઈરાદાપૂર્વકની હેરાનગતિ કરવામાં આવી રહી છે.
શોકગ્રસ્ત પરિવારો જેઓ પહેલેથી જ આર્થિક મુસીબતમાં છે તેમને બિનજરૂરી કાગળો અને ક્વેરીઓના બહાને ધક્કા ખવડાવી માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. અને ખોટા સ્ટેમ અને નોટરીના મોટા ખર્ચા કરાવી આર્થિક નુકશાન કરવવામાં આવી રહું છે. અને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે.
સર્ક્યુલર ૨૯૫ ના નિયમોનું ખોટું અર્થઘટન કરી લાયક વારસદારોને નોકરીથી વંચિત રાખવાના પ્રયાસો થઈ રહ્યા છે. જ્યારે અગાઉના અસંખ્ય કિસ્સાઓમાં આજ કર્મચારી દ્વારા કેટલાય મૃતક પરિવારોના વારસદારો કે જેમની આર્થિક સધ્ધરતા હતી તેમણે પણ નોકરી આપી દેવામાં આવી છે. આમ તેમના કામમાં પારદર્શિતાનો અભાવ સ્પષ્ટ જાહેર થાય છે. અને તે તપાસનો વિષય છે.
સંઘની સ્પષ્ટ માંગણીઓ:
આ પ્રકરણની તપાસ તાત્કાલિક ચીફ એન્જિનિયર કક્ષાના ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવે અને દોષિત કર્મચારી/અધિકારી સામે કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે., સર્ક્યુલર ૨૯૫ હેઠળના તમામ પેન્ડિંગ કેસોનો તાત્કાલિક નિકાલ કરી લાયક વારસદારોને તાત્કાલિક નિમણૂક પત્રો આપવામાં આવે.
જો સંઘની આ ઉપરોક્ત માંગણીઓ બાબતે આગામી ૧૫ દિવસમાં કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો સંઘના ઉચ્ચ હોદ્દેદારો તેમજ તમામ પીડિત પરિવારો સાથે તા. ૦૯.૦૩.૨૦૨૬ ના રોજ કોર્પોરેટ કચેરી, સુરતની બહાર ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ પર બેસીશું અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરીશું.
આ દરમિયાન જો કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઊભી થશે અથવા કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે. જેની ગંભીર નોંધ લેવા વિનંતી.
(11:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
