<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

સમાજ માટે સોશિયલ મીડિયામાં સતત સક્રિય રહેતા સમાજ બંધુનું સમાજે સન્માન કર્યું

ભરૂચના રાકેશભાઈ રામીનું મેવાસ કાનમ રામી માલી વિકાસ મંડળ દ્વારા વ્યારા ખાતે જનરલ મિટિંગમાં ભેંટ સાથે સન્માન

( ભરત શાહ દ્વારા ) નર્મદા: સમાજ માં સોશિયલ મીડિયા હવે અનિવાર્ય પાસું બની ગયું છે. સોશિયલ મીડિયામાં નોંધ ન લેવાય તો દરેક પ્રસંગ કે કાર્યક્રમ જાણે કે અધૂરો હોય એવી પ્રતીતિ થાય છે. જેથી સમાજમાં સોશિયલ મીડિયામા સક્રિય વ્યક્તિઓ હવે નોંધનીય બની રહ્યા છે.

   ગુજરાત માં વસતા રામી માલી સમાજની મધ્ય ગુજરાતમાં માલી સમાજમાં કોઈ પણ પ્રસંગ હોય તો એક વ્યક્તિની હાજરી અચૂક હોય છે અને એ છે ભરૂચના રાકેશભાઈ રામી મોટું ભારે શરીર, બંધૂકના બક્કલ વાળો વિશેષ બેલ્ટ અને સિંહના સિમ્બોલ વાળું ટી શર્ટ, રાકેશભાઈની આગવી ઓળખ ઊભી કરે છે. હજારો લોકોની ભીડમાં પણ જેમ રાયનાના ટોપલામાં જાંબુ પડયું હોય એમ અલગ ફોકસ આપે છે. સમાજનાં શુભ કે અશુભ દરેક પ્રસંગમાં હાજરી આપવી, વિડિયો ગ્રાફી અને ફોટોગ્રાફી કરવી અને ફેસબુક - વોટ્સએપમાં પ્રસિદ્ધ કરવું એ એમનો અનોખો શોખ બની ગયો છે. છેલ્લા કેટલાય વર્ષોથી ફ્રી માં કોઈ સ્વાર્થ વગર સતત આ સેવા સમાજ ને મળી રહી છે. આ અનોખા કાર્યની મેવાસ કાનમ રામી માલી વિકાસ મંડળ એ નોંધ લીધી. વાઘોડિયા તાલુકાના વ્યારા ખાતે યોજાયેલ જનરલ મિટિંગમાં રાકેશભાઈને આમંત્રિત કરવામાં આવ્યા. જ્યાં એમના આ નિસ્વાર્થ કાર્યની ચિતાર આપી ગિફ્ટ પેટે માઈક્રોફોન સેટ અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા. પ્રથમ વખત મળેલા સન્માનને જોઇ રાકેશ ભાઈ પણ ભાવુક થઈ ગયા હતા.
મેવાસ કાનમ રામી માલી વિકાસ મંડળના મહામંત્રી શૈલેષભાઈ માલીએ જણાવ્યું હતું કે રાકેશભાઈ રામીનું સન્માન કરતા અમો ગર્વ અનુભવીએ છીએ. સમાજનાં પ્રમુખ સુરેશ ભાઈ રામીએ તેઓનું સન્માન કર્યું હતું. ઉપપ્રમુખ જીગ્નેશ ભાઈ માલી તથા દિવ્યેશભાઈ રામી, સહમંત્રી દેવેન્દ્રપ્રસાદ રામી તથા રાકેશભાઈ રામી, ખજાનચી વિકલ્પ રામી તથા નયનભાઈ રામી તેમજ કારોબારી સભ્યોએ રાકેશભાઈને શુભકામનાઓ પાઠવી છે

(9:43 AM IST)