<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

ઘરના છોકરા ઘંટી ચાટે ..... જેવો ઘાટ: સરદાર સરોવર યોજનામાં સ્થાનિકોને રઝળતા મૂકી 3,317 કરોડ રૂપિયા ઉત્તર ગુજરાતમાં ફળવતા સ્થાનિકો નારાજ

ડેમથી 0 થી 16 કીમીની અંતરે ખેડૂતોને પાણી નથી મળતું, કેનાલોની સફાઈ કરવાની રીપેર થતી નથી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં બજેટમાં સરદાર સરોવર યોજના માટે કુલ 3,317  કરોડની જોગવાઇ કરી આટલી મોટી રકમની જોગવાઈમાં સ્થાનિકો માટે કોઈ વ્યવસ્થા નથી આ તો ઘરના છોકરા ઘંટી ચાટે .....જેવો ઘાટ ઉભો થયો છે. ભુમલિયા, વાડી, કેવડિયા,આમદલા, ઝરીયા ડેકાઇ સહિત ના ગામોમાં વર્ષોથી પાણી આવતું નથી, ખેડૂતો વર્ષોથી કોઈ સારી યોજનાની માંગ કરી રહ્યા છે. પણ સરકાર ને તો નર્મદા નું પાણી અમદાવાદ ઇન્ડસ્ટ્રીઝ માં પહોંચાડવું છે, સુરેન્દ્ર નગર અને કચ્છ સુધી પહોંચાડી આ વિસ્તારો લીલાછમ કરવા છે. ભલેને નર્મદા છોટાઉદેપુર જેવા આદિવાસી વિસ્તાર પાણી વગર કોરો રહે આ બજેટમાં જે ઉત્તર ગુજરાતમાં પાણી હોવા છતાં 3,317 કરોડ ની જોગવાઈ કરી જેને લઈને રોષ ફેલાઈ રહ્યો છે. અને ભૂમાલિયા જેવા વિસ્તારમાં લિફ્ટ ઇરીગેશન કરી પાણી પહોંચાડો સાથે જ્યા કેનાલોમાં પાણી છે ત્યાં કેનાલો સાફ કરવો પાણી નિયમિત છોડો એવી માંગ કરી છે.

આ બાબતે શંકરભાઇ તડવી એ જણાવ્યું હતું કે તાજેતરમાં સરકાર દ્વારા બેજેટ માં 3,317 જેટલી મોટી રકમ સરદાર સરોવર પ્રોજેક્ટ ને ફાળવી જેમાં 2600 કરોડ રૂપિયા અમદાવાદ જિલ્લાનાં નળકાંઠાના વિસ્તારમાં (ફેઝ-2) સિંચાઈ સુવિધા વધારવા માટે ફાળવાયા, જયારે 300 કરોડ રૂપિયા સુરેન્દ્રનગર જિલ્લાનાં લખતર તાલુકાના ભાસ્કરપુરા ગામ તળાવથી ધોલેરા SIR વિસ્તારને પાઇપલાઇન દ્વારા 100 MLD પાણી પૂરું પાડવા માટે અને 230 કરોડ રૂપિયા કચ્છ જિલ્લામાં દુધઇ સબ-બ્રાન્ચ કેનાલના કામો માટે ફાળવી આ સાથે 80 કરોડ રૂપિયા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના 11 ગામોના કમાન્ડ વિસ્તાર બહારના વિસ્તાર માટે સિંચાઈ ઉદ્વહન પાઈપ પ્રોજેક્ટ માટે ફાળવ્યા જયારે નર્મદા જિલ્લાના ખેડૂતોની જમીનો જે ડેમમાં ગઈ છે તે ખેડૂતો માટે કોઈ જોગવાઈ કરવામાં આવી નહિ એટલે સ્થાનિકો ખુબ નારાજ છે.

(9:47 AM IST)