<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

ટ્રાફિકમાં ફસાયેલી દુલ્‍હનને પિતા એક્‍ટિવા પર બેસાડીને લઈ ગયા

વડોદરાનો એક વીડિયો વાયરલ... કમલા નગર આજવા ચોકડી પર ભારે ટ્રાફિક જામ થવાના લીધે એક દુલ્‍હન પણ ફસાઈ ગઈ હતી

વડોદરા તા.૨૩: વડોદરાના કમલા નગર આજવા ચોકડી પર ભારે ટ્રાફિક જામ થયો હતો. જેમાં અનેક વાહનચાલકો આ ટ્રાફિકમાં ફસાયા હતા. એવામાં ત્‍યારે એક દુલ્‍હન પણ લગ્નના દિવસે આ ભારે ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી. જેમાં આજવા ચોકડી પાસે લગ્નની દુલ્‍હન બીજા લોકોની સાથે દોઢ કલાક સુધી ફસાઈ ટ્રાફિકમાં ગઈ હતી. 

જેમાં વડોદરામાં સાડા પાંચથી પોણા સાત સુધી આજવા ચોકડી પર ટ્રાફિક જામના લીધે વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જેથી વાહનચાલકો મુશ્‍કેલીમાં મુકાયા હતા. એવામાં લગ્ન માટે તૈયાર થઈને ટ્રાફિક જામમાં ફસાયેલી દીકરીને લગ્ન સ્‍થળ સુધી પહોંચાડવા માટે તેના પિતાએ ભારે મહેનત કરવી પડી હતી.

આ ટ્રાફિકમાં ફસાયેલી યુવતીને બહાર કાઢવા તેના પિતાએ અજાણ્‍યા વ્‍યક્‍તિ પાસે મદદ માંગી હતી. જેમાં વાહનના ટ્રાફિકથી આ યુવતીને સહી સલામત રીતે આગળ લઈ જવાઈ. હતી. જેમાં તેના પિતા પાછળથી એક્‍ટિવા પર દુલ્‍હન સુધી આવી પહોંચ્‍યા હતા. આમ દુલ્‍હનને સલામત રીતે ટ્રાફિકમાંથી કાઢીને લગ્ન મંડપ સુધી પહોંચાડાઇ હતી. એવામાં વડોદરાની આજવા ચોકડીના ટ્રાફિક મુદ્દે ફરી ટ્રાફિક પોલીસની નિષ્‍ક્રિયતા સામે આવી છે. આવા વીડિયો વાયરલ થવાના લીધે લોકોમાં રોષ પણ ફેલાયો છે.

 

 

(10:04 AM IST)