<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

સમુહલગ્ન એ સમાજની એકતાનું પ્રતિકઃ અરવિંદ કેજરીવાલ

ભાવનગરમાં કોળી સમાજનાં સમુહલગ્નમાં આમ આદમી પાર્ટીના કન્‍વીનર અને પંજાબના મુખ્‍યમંત્રી ભગવંત માનની ઉપસ્‍થિતિ : ‘આપ' ના રાષ્‍ટ્રીય નેતાઓની ઉપસ્‍થિતિ રાજકીય દૃષ્‍ટિકોણથી મહત્‍વનીઃ ગુજરાતના દરિયાકાંઠાનાં વિસ્‍તારોમાં કોળી સમાજનું મોટુ પ્રભુત્‍વ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ર૩ :..   ગુજરાતના ભાવનગરમાં ગઇકાલે કોળી સમાજ દ્વારા એક ભવ્‍ય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ મંગલ પ્રસંગે પંજાબના મુખ્‍યમંત્રી ભગવંત માન અને આમ આદમી પાર્ટીના કન્‍વીનર અરવિંદ કેજરીવાલે ખાસ હાજરી આપી હતી. બંને નેતાઓએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્‍યા હતા અને સમાજની આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી. ભાવનગરમાં આ કાર્યક્રમને લઈને લોકોમાં ભારે ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો.

 અરવિંદ કેજરીવાલે આ પ્રસંગે જણાવ્‍યું હતું કે સમૂહલગ્ન એ સમાજની એકતાનું પ્રતીક છે. ભગવંત માને પણ ગુજરાતી મહેમાનગતિના વખાણ કર્યા હતા. આ મુલાકાતને રાજકીય દૃષ્ટિકોણથી પણ મહત્‍વની માનવામાં આવે છે કારણ કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્‍તારોમાં કોળી સમાજનું મોટું પ્રભુત્‍વ છે. આ કાર્યક્રમ દરમિયાન બંને નેતાઓએ સ્‍થાનિક લોકો સાથે પણ વાતચીત કરી હતી અને ભાવનગરના વિકાસ અંગે ચર્ચા કરી હતી.

 ભાવનગરમાં આયોજિત કોળી સમાજના સમૂહલગ્ન સમારોહમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માને હાજરી આપીને નવદંપતીઓને શુભકામનાઓ પાઠવી હતી.

ભાવનગરમાં વીર માંધાતા ગ્રુપ દ્વારા સાદગી, સમાનતા અને સંસ્‍કારના સૂત્ર સાથે ૧૫૧ દંપતીઓને સહઅસ્‍તિત્‍વ તરફ પ્રયાણ કરાવતો બારમો સમૂહલગ્ન તા. ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ જવાહર મેદાન ખાતે ધામધૂમ અને ઝાકમઝાળ વચ્‍ચે યોજાયો હતો.જેમાં  અઢારેય વર્ણના કુલ ૧૫૧ યુગલોએ પ્રભુતા માં પગલાં પાડી નવજીવનનો પ્રારંભ કર્યો હતો. માંધાતા સંગઠન દ્વારા  છેલ્લા બાર વર્ષથી ચાલી રહેલા આ મહોત્‍સવ દ્વારા અત્‍યાર સુધી કુલ ૨૦૦૦ યુગલો પરિણયબંધનમાં જોડાયા છે.

આ પ્રસંગે આમ આદમી  પાર્ટી ના અરવિંદ કેજરીવાલ, પંજાબ ના મુખ્‍ય મંત્રી ભાગવત માન,વિસાવદર  ના ધારાસભ્‍ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ પાર્ટી ના ઈસુદાન, મહામંડલેશ્વર ૧૦૦૮ પ.પૂ. કિરણા નંદજી મહારાજ,   પ્રદેશ  મહિલા કોળી સંગઠન ના સુદેશ માહોરજી તેમજ સહિત વિવિધ સમાજના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ અને વિશાળ જનમેદની   ઉપસ્‍થિત રહી હતી.  એક અંદાઝ મુજબ આશરે ૩૫૦૦૦ લોકો એ આ પ્રસંગ ને માણ્‍યો હતો.જે પૈકી મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચનો દ્વારા આ પ્રયાસને બિરદાવ્‍યો હતો. આ પ્રસંગે બોલતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્‍યું કે આ કાર્યક્રમ કોઈ એક પાર્ટીનો નહીં પરંતુ સમગ્ર સમાજનો છે. અરવિંદ કેજરીવાલે કોળી સમાજના બાળકોની રચનાત્‍મકતા અને તેમની ક્ષમતાને બિરદાવતાં કહ્યું કે તક મળે તો તેઓ દરેક ક્ષેત્રે સફળતાના શિખરો સર કરી શકે છે. જ્‍યારે ભગવત સિંહ માને આવા ભગીરથ અને સમાજજાગળતિના કાર્યક્રમમાં ભાગીદાર થવાનો આનંદ વ્‍યક્‍ત કર્યો હતો.  આ પ્રસંગે મહાનુભાવો ને વિશાળ પુષ્‍પગુચ્‍છ ના હાર,તલવાર અને કળષ્‍ણકુમાર સિંહજી મહારાજ ની તસવીર દ્વારા સન્‍માનિત કરવામાં આવેલ.

(11:05 AM IST)