તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd February 2026
અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA) દ્વારા 9 નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરવાની તૈયારી
સાણંદ, કલોલ અને દહેગામ સુધીના વિસ્તારોમાં વિકાસનો નવો રૂટ તૈયાર થશે: સઈજ,નિધરાડ, કાણેટી અને ગોધાવી જેવા વિસ્તારોને સાઈન્સ સિટી રોડ (SBR) સાથે કનેક્ટિવિટી મળશે

અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA) દ્વારા 9 નવી ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ મંજૂર કરવાની તૈયારીઓ ચાલી રહી છે, જેનાથી સાણંદ, કલોલ અને દહેગામ સુધીના વિસ્તારોમાં વિકાસનો નવો રૂટ તૈયાર થશે. આ મહત્વકાંક્ષી આયોજન હેઠળ સઈજ, નિધરાડ, કાણેટી અને ગોધાવી જેવા વિસ્તારોને સાઈન્સ સિટી રોડ (SBR) સાથે કનેક્ટિવિટી મળશે, જે ઔદ્યોગિક અને રહેણાંક હેતુ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
આ નવી સ્કીમ્સ અમલમાં આવવાથી આધુનિક ગટર વ્યવસ્થા, પહોળા રસ્તા અને બગીચા જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થશે, સાથે જ રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટા ઉછાળાની શક્યતા છે. જોકે, આ ટીપી સ્કીમોને પ્રારંભિક મંજૂરી મળ્યા બાદ વાંધા-સૂચનોના નિકાલની પ્રક્રિયા પૂર્ણ થતા આશરે બે વર્ષ જેટલો સમય લાગી શકે છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
