<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

BSF, જાસૂસી સંસ્‍થા કોસ્‍ટગાર્ડ સાથે મળી રાષ્‍ટ્રીય સુરક્ષા માટે રણનીતિ ઘડાઇ છેઃ ડો કે એલ.એન.રાવ.

કચ્‍છના સરહદી વિસ્‍તારો, દરિયાઈ કાંઠા, ટાપુઓ અને જેલ સહિતની સુરક્ષા બબ્‍બે દિવસ સુધી ટોચના અધિકારીઓ સાથે પ્રશ્નોના મૂળ સુધી પહોંચવા બે દિવસ સતત અભ્‍યાસ કરી ફટાફટ રણનીતિ માસ્‍ટર પ્‍લાન ઘડી કાઢવામાં આવી છે, મુલાકાતનું મંથન મુખ્‍ય પોલીસવડાએ અકિલા સાથેની વાતચીતમાં મુદ્દાસર રજૂ કર્યું : સાયબર ક્રાઇમ હેલ્‍પ ૧૯૩૦ ભોગ બન્‍યે તુરંત ઉપયોગ કરો, આ સેવાની સંખ્‍યા બમણી કરી દેવામાં આવી છે. પોલીસ, તબીબી, ફાયર બ્રિગેડ માટેની ૧૧૨ સેવાઓ હાલના સમય કરતા વહેલી મળે તે માટે પ્‍લાનિંગ કરાયું છેઃ વન ડે, વન ડિસ્‍ટ્રિક્‍ટથી તમામ પ્રશ્નો સમજી નિકાલ કરવામાં ખૂબ સરળતા રહે છે

રાજકોટ તા.૨૩:  રાષ્‍ટ્રીય સુરક્ષાની ટોપ પ્રાયોરિટી ધ્‍યાને રાખી કચ્‍છ સહિતના બોર્ડર રેન્‍જની સુરક્ષા માટે વિવિધ એજન્‍સીઓ સાથે સંકલન સાધી ફુલ પ્રૂફ સુરક્ષા ચક્ર રચવામાં આવ્‍યું છે, જેમાં સમયાંતરે સમીક્ષા કરી તેમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ન રહે તે માટે સતત સમીક્ષા કરવામાં આવે છે, આ પહેલા ડિસેમ્‍બર માસમાં ગ્રહ અને નાયબ મુખ્‍ય મંત્રી હર્ષભાઈ સંઘવી સાથે અધિકારીઓ આવી દરેક ગામમાં રાત્રિ રોકાણ કરી તેના પ્રશ્નો સમસ્‍યાઓ જાણ્‍યા હતા, આમ તંત્ર રાષ્‍ટ્રીય સુરક્ષા મામલે કોઈ ઢીલાશ વર્તવા માંગતું નથી. તેમ ગુજરાતના દાહોદથી સુરેન્‍દ્રનગર જીલ્લા સુધીના જીલ્લા પોલીસ વડા, સુરત, રાજકોટ અમદાવાદ વિગેરે મહાનગરો, રેન્‍જ, જેલ સહિતના મહત્‍વના વિભાગોનો બહોળો અનુભવ ધરાવતા રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા ડો. કે. એલ એન.રાવે જણાવ્‍યું છે.

સરહદી રાજ્‍યોની ફુલ પ્રૂફ સુરક્ષા માટે બીએસએફ સહિતની એજન્‍સીઓ સાથે ચર્ચા કરવા બે દિવસની ભુજની મુલાકાત સમયે બોર્ડર રેન્‍જ વડા ચિરાગ કોરડીયા, એસપી સાગર બાગમાર, એસપી વિકાસ સૂંઢા, બનાસકાંઠા પોલીસ અધિક્ષક, પાટણ પોલીસ અધિક્ષક, વાવ થરાદ પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા વિગેરે જોડાયા હતા.

સાયબર ક્રાઇમનાં ગુન્‍હાઓ સહુથી વધુ પકડવામાં ગુજરાત મોખરે રહ્યું છે. સાયબર ક્રાઇમના ભોગ સમયે તુરંત ૧૯૩૦ પર માહિતી આપવાથી પરિણામના ચાન્‍સ વધી જાય છે, આ સેવાની સંખ્‍યા પણ ડબલ કરેલ છે, ઈમરજન્‍સી સેવાઓ કેન્‍દ્રીકરણ અર્થાત્‌ હાલમાં ફીણ કરતા સાથે જે સમયમાં સેવા ઉપલબ્‍ધ થાય છે તે પીરીયડ હજુ ઓછો કરવા કેન્‍દ્રની જાત મુલાકાત પછી સૂચના આપી હોવાનું દરેક જિલ્લાના પ્રશ્નો સારી રીતે સમજી મૂળ સુધી જવા માટે વન ડે,વન ડિસ્‍ટ્રિક્‍ટ પ્રોગ્રામ શરૂ કરનાર ડો કે એલ.એન.રાવે જણાવ્‍યું હતું.

સરહદી વિસ્‍તારના ટાપુઓ, પોલીસ મથક અને આઉટ પોસ્‍ટ પોલીસ મથકો સુરક્ષા વ્‍યવસ્‍થા અંતર્ગત વધુ મજબૂત કરવાની દિશામાં કાર્યવાહી ચાલી રહી છે , વડાપ્રધાન નરેન્‍દ્રભાઈના સૂચન એક પોલીસ મથક દતક લેવાની અપીલ મુજબ નલિયા પોલીસ મથક વિસ્‍તાર દત્તક લેવામાં આવશે તેમ પણ ડો કે એલ એન.રાવે જણાવ્‍યું હતું

(1:13 PM IST)