તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd February 2026
સુરત જિલ્લાના કડોદરામાં ATM તોડવાનો તસ્કરનો નિષ્ફળ પ્રયાસ.......
એક મહિનામાં ઇન્ડિયા 1 પેમેન્ટ્સના ત્રીજા ATMને નિશાન બનાવ્યું

સુરત જિલ્લાના કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી એકવાર તસ્કર ધ્વરા એટીએમ તોડફોડનો પ્રયાસ સામે આવ્યો છે. એક જ મહિનામાં India1 Payments Limited ના એટીએમ પર ચોરીનો આ ત્રીજો નિષ્ફળ પ્રયાસ થયો હતો , સુરત જિલ્લના પોલીસ માટે પડકારરૂપ બન્યો છે.
સુરતના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામના પ્લોટ નંબર-673, સોની પાર્ક-1માં આવેલા India-1 એટીએમ મશીનવાળી દુકાનમાં ગત રાતે અજાણ્યા તસ્કરો ઘૂસ્યા હતા. તેમણે એટીએમ મશીનનું કેસ ડિસ્પેન્સર, એસ.એન.જી. લોક, પ્રેઝન્ટર, બ્યુટી ડોર તેમજ દુકાનનો દરવાજો તોડી નાખ્યો હતો.
આ તોડફોડથી અંદાજે રૂ. 1,10,000 જેટલું નુકસાન થયું હતું. જોકે, India-1 એટીએમ મશીનમાંથી તસ્કરો રોકડ રકમ ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા.આ ચોરીનો પ્રયાસ કરતા પહેલા, ચોરોએ India-1 એટીએમ મશીન ની આસપાસના સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા.
આ બનાવ અંગે India1 Payments Limited ના ઝોનલ મેનેજર (સાઉથ ગુજરાત) પ્રવિણસિંહ કૃષ્ણાસિંહ રાજપૂત (રહે. ડીંડોલી, સુરત) દ્વારા કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. કે. ચૌધરી આ કેસની તપાસ કરી રહ્યા છે અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
