<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

સુરતની પીપોદરા GIDCમાં આઈફોન લૂંટી યુવતીનું ગળું ચીરી નાખનાર ઘટનામાં વધુ એક આરોપી ની ધરપકડ

નોકરીએ જતી યુવતી કર્મચારી પર જીવલેણ હુમલો કરાયો હતો, વધુ એક આરોપી બલુ નાયક ને પકડવામાં સફળ

 સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા GIDC વિસ્તારમાં ચાર દિવસ અગાઉ નોકરીએ જતી યુવતી પર હુમલો કરી લૂંટ ચલાવવાના કેસમાં કોસંબા પોલીસે મુખ્ય આરોપી મંગલ પાલની ધરપકડ કરી છે. લૂંટના ઈરાદે યુવતીના ગળા પર ચપ્પુ ફેરવી ગંભીર ઈજા પહોંચાડનાર આ શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે તેનો એક સાથીદાર હજુ ફરાર હતો તે આરોપી બલુ નાયકને કોસંબા પોલીસે ઝડપી પાડ્યો હતો 
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 18 ફેબ્રુઆરીના રોજ સવારે 8:40 વાગ્યાની આસપાસ ફરિયાદી વનિતાબેન શર્મા પીપોદરા ગામના સીમ વિસ્તારમાંથી રાધે સિલ્વર GIDC તરફ કામ પર જઈ રહ્યા હતા. આ સમયે આરોપી મંગલ પાલ ઉપેન્દ્ર પાલ (રહે. પીપોદરા, મૂળ ઓડિશા) અને તેના સાથીદાર બલુ નાયકે યુવતીનો પીછો કરી તેને રસ્તામાં આંતરી હતી. અને લૂંટારુઓએ યુવતીના હાથમાંથી ₹85,000ની કિંમતનો Apple કંપનીનો iPhone 15 Plus ઝૂંટવી લીધો હતો. યુવતીએ પ્રતિકાર કરતા અને બૂમાબૂમ કરતા, આરોપી મંગલ પાલે તેને જાનથી મારી નાખવાના ઈરાદે પાસે રહેલા ધારદાર ચપ્પુ વડે ગળાના ભાગે ગંભીર ઘા ઝીંકી દીધો હતો.ગંભીર ઈજા પહોંચાડી લૂંટારુઓ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે યુવતીના અવાજને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. સ્થાનિકોએ લૂંટારુ મંગલ પાલને રંગેહાથ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. 

 કોસંબા પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ હાલ પોલીસે મંગલ પાલની અટકાયત કરી તેની પાસેથી ગુનામાં વપરાયેલ ચપ્પુ કબજે કર્યું છે. આરોપીનું મેડિકલ પરીક્ષણ કરાવ્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જયારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપી બલુ નાયકનેકોસંબા પોલીસે ઝડપી પડ્યો હતો આ લૂંટ માં  સંડોવાયેલ બને આરોપી તપાસ હાથ ઘરી છે તેમજ વધુ કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહિ તે દિશમાં  જિલ્લા પોલીસે તપાસ કરી રહ્યું છે

(1:47 PM IST)