News of Monday, 23rd February 2026
રાજપીપળા દશા ખડાયતાની વાડી માં હિન્દુ સંમેલન યોજાયું

(ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા દશા ખડાયતાની વાડીમાં રવિવારે હિન્દૂ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં હિંદુઓ ઉપસ્થિત રહ્યા હતા.
તા.૨૨.૨.૨૦૨૬ ને રવિવારના રોજ શ્રી લક્ષ્મીનારાયણ વસ્તી માં વસતા હિન્દુઓ દ્વારા હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું,જેમાં હિન્દુ સમાજમાંથી બહુ મોટી સંખ્યામાં હિન્દુઓ હાજર રહ્યા. જેમાં દીપ પ્રગટ્યા બાદ કાર્યક્રમની શરૂઆતમાં ભજન રજૂ કરવામાં આવ્યું આ સંમેલનમાં હિન્દુ સમાજમાંથી આવેલા મહિલા અગ્રણી દત્તાબેન ગાંધી, વેપારી અગ્રણી તેજસભાઇ ગાંધી, હિન્દુ ધાર્મિક અગ્રણી હાર્દિકભાઈ જોશી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માંથી રાજદીપસિંહ ગોહિલ હાજર રહ્યા.
આ સંમેલન માં હાજર દત્તાબેન ગાંધી(મહિલા અગ્રણી),દ્વારા મહિલા સંરક્ષણ અને દીકરીઓ ને સારા સંસ્કાર પર ભાર મૂકવામાં આવ્યો, સાથે સાથે લવ જેહાદ થી દીકરી અને બહેનો એ જાગૃત રહેવા જણાવ્યું.
જ્યારે હાર્દિક જોષી (ટપ્પુ મહારાજ) એ ભારતીય સંસ્કૃતિ ઉપર ભાર મૂક્યો હતો.અને સંઘ ના 100 વર્ષ પૂર્ણ થયા અને વિશ્વમાં હિન્દુ અને હિન્દુ સંસ્કૃતિ કેવી રીતે સંગઠિત રહે એ બાબતે ભાર મૂક્યો,
રાજદીપસિંહ ગોહિલ એ સંઘ ને 100 વર્ષ ની યાત્રા, સંઘ નો સંઘર્ષ, સંઘ ની સેવા, અને સંઘ ની સફળતા સાથે સાથે પંચ પરિવર્તન માં સામાજિક સમરસતા, નાગરિક કર્તવ્ય, પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન અને સ્વદેશી વિષયો ઉપર લોકોનું ધ્યાન દોર્યું હતું. સાથે સાથે હિન્દુ સંગઠિત રહીને વિશ્વમાં ભારત ને પરમ વૈભવ સુધી લઈ જવાની વાત.કરી.
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કૌશલભાઈ કાપડિયા દ્વારા કરવામાં આવ્યું. અંત માં શ્રી હનુમાન ચાલીસા કરીને બધા છૂટા પડ્યા અને સંકલ્પ કર્યો કે હવે પછી સૌ હિન્દુ સંગઠિત રહીશું અને આવા કાર્યક્રમો માં આવીશું અને સાથે અન્યો ને પણ લાવીશું
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
