<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

હોળી પૂર્વે હૈયા હોળીઃ ધાણી, ચણા, ખજુર, હારડાના ભાવમાં વધારો

ગતવર્ષ કરતા આ વર્ષે હોળીને લગતી સામગ્રીનો ભાવ ૧૦ થી ૧૫ ટકા વધ્‍યો : રિટેઇલ માર્કેટમાં જુવારની ધાણીનો ૧ કિલોનો ભાવ રૂા.૧૨૦થી૧૬૦ જ્‍યારે દેશી ખજુર રૂા.૮૦થી૧૦૦, વિદેશી ખજુરનું રૂા.૩૦૦થી૧૯૦૦ સુધીના ભાવે વેચાણ

વડોદરા,તા.૨૪: આગામી તા.૨જી માર્ચ/ફાગણસુદ-૧૪)ના રોજ હોલિકા દહન કરાશે. અસત્‍ય પર સત્‍યના વિજય માટે પ્રગટાવવામાં આવતી હોળીમાં જુવારની ધાણી-ચણા-હારડા-ખજુર-કાચી કેરી સહિતની સામગ્રી પધરાવી હોળીની પ્રદક્ષિણા કરી પૂજા-અર્ચન-ભક્‍તિ કરાય છે. આ વર્ષે ભાવ વધવા પાછળ રો-મટિરિયલ્‍સ, મજુરી, ટ્રાન્‍સ્‍પોર્ટેશન સહિતના ઈતર ખર્ચા વધ્‍યા છે.

વાડી-ગાજરાવાડી, ફતેપુરા, પાણીગેટ, ભૂતડીઝાંપા, વારસિયા સહિત અનેક વિસ્‍તારોમાં જુવારની ધાણી તૈયાર કરાય છે. તદુપરાંત અમદાવાદ, બોરસદ, ડિસા સહિતના વિસ્‍તારોમાંથી તૈયાર પેકિગમાં ધાણી આવે છે. હાથીખાના હોલસેલ માર્કેટ સહિત શહેરના રિટેઇલ માર્કેટમાં જુવારની ધાણીનો ૧ કિલોનો ભાવ કવોલિટી મુજબ રૂ.૧૨૦થી ૧૬૦ વસુલવામાં આવે છે. મકાઈની ધાણી રૂ.૧૦૦થી ૧૧૦, ચણાનો ભાવ રૂ.૧૬૦ થી૨૦૦, દેશી ખજુર રૂ.૮૦થી૧૦૦ વિદેશી ખજુર રૂ.૩૦૦થી ૧૯૦૦ સુધી ૧ કિલો મળે છે) અમદાવાદ-નડિયાદ સહિત વિવિધ વિસ્‍તારમાંથી મગાવવામાં આવતા હારડા રૂ.૭૦થી૮૦, કોપરા રૂ.૩૮૦થી ૪૨૦, કુરડઈ રૂ.૮૦થી૧૨૦ સુધી અલગ-અલગ વિસ્‍તારમાં અલગ-અલગ ભાવે વેચાય છે. ગતવર્ષ કરતા આ વર્ષે હોળીને લગતી સામગ્રીનો ભાવ ૧૦થી ૧૫ ટકા વધ્‍યો છે. અલબત્ત, બજારમાં હોળીને લગતી સામગ્રી ખરીદવા ભીડ ઉમટવા લાગી છે. ઉલ્‍લેખનીય છે કે હોળીને લગતી સામગ્રીનું બજાર ચોખંડી-પ્રતાપનગર રોડ-નાની શાકમાર્કેટ સામે ભરાય છે

ઋતુ પરિવર્તન કાળે ત્રિદોષ સર્જાય છે

ઋતુ પરિવર્તનકાળે વાત-પિત્ત-કફનો ત્રિદોષ સર્જાય છે. જેથી, હોળી-ધુળેટીના પર્વે જુવારની ધાણી, ચણા-ખજુર ખાવા ધાર્મિકતા સાથે જોડી દેવામાં આવ્‍યા છે. અલબત્ત, મેડિકલ સાયન્‍સ મુજબ ધાણી કફ નાશક, ખજુર પિત્તનાશક, ચણા ખાંસી મટાડે છે. અંજીર શરીરમાંથી પિત્ત-કફ બહાર કાઢે છે. હારડામાં ગ્‍લુકોઝ-હાઇડ્રા પાવડર હોઇ એનર્જી બક્ષે છે. જ્‍યારે કોપરું કેલ્‍સિયમ વધારતું હોઈ હોળી-ધુળેટીના પર્વે પરંપરામાં વણી લેવાયું છે.

ડો.ઉમેશ અગ્રવાલ, એમ.ડી.નેચરોપથી

ધુળેટીએ ખગ્રાસ ચંદ્રગ્રહણ

આગામી તા.૨ ૩:૨૬ના રોજ સોમવારે હોળીકા દહન કરાશે જ્‍યારે તા.૩.૩ ૨૬ના રોજ ધુળેટીએ ખગ્રાસ ચન્‍દ્રગ્રહણ છે જે ભારતમાં દેખાશે. તા.૨.૩.૨૬ના રોજ સાંજે ૫:૫૮ કલાકે પૂર્ણિમા શરૂ થઇ તા.૩.૩.૨૬ના રોજ સાંજે ૫:૧૦ કલાક સુધી રહેશે. જેથી, આ વર્ષે સાંજે ૬:૩૦ કલાકથી રાતના ૧૦:૨૫ કલાક સુધી હોળી પ્રગટાવવી હિતાવહ રહેશે.

તા.૩.૩.૨૬ ના રોજ ધુળેટીએ સિહ રાશિમાં ચન્‍દ્રગ્રહણ થશે જે ભારતમાં દેખાવાનું હોઇ ગ્રહણને લગતા નિયમો પાળવા પડશે. ભૂમંડળ પર ગ્રહણનો સ્‍પર્શ બપોરે ૩,૨૧ કલાકે થશે ગ્રહણનું મધ્‍ય સાંજે ૫.૦૧ કલાકે થશે. જ્‍યારે, ગ્રહણનો મોક્ષ સાંજે ૬.૪૭ કલાકે થશે. ઉલ્‍લેખનીય છે કે ચન્‍દ્રગ્રહણ સિહ રાશિમા થનારું હોઇ સિંહ, મકર, મીન, કર્ક, મેષ, વૃヘિ ક રાશિ પર વિશેષ પ્રભાવ જોવા મળશે.

 

વૃષભ, મિથુન, તુલા, ધન, કુંભ રાશિ માટે શુભ

દેશ-દુનિયામાં ગ્રહણના વિશેષ પ્રભાવ સાથે જન માનસમાં ઊગ્રતા, આગજનીના બનાવો, માનવ સર્જિત ઉપદ્રવ, રોગચાળો વકરવો, વાતાવરણમાં બદલાવ, કેટલાક દેશ વચ્‍ચે ઊગ્રતા, શેર બજારમાં મોટાપાયે ઊતાર-ચઢાવ જોવા મળશે. ખાસ કરીને વૃષભ, મિથુન, તુલા, ધન, કુંભ રાશિ માટે શુભ રહેશે.

 

 

૧૨ રાશિના જાતકો માટે કથન

* મેષઃ વિવાદ ટાળવો.

* વૃષભઃ ઊતાવળે નિર્ણય ન લેવો.

* મિથુનઃ લાભની તક મળે,

* કર્કઃ ઊગ્રતા-તણાવથી બચવું.

* સિંહઃ કાય લાભ થશે.

* કન્‍યાઃ સરકારી ઉપદ્રવથી બચવું,

* તુલાઃ જોગી બનવું કોઇના જામીન         ન બનવું.

* વૃヘકિઃ વ્‍યાપારમાં ઊતાવળે નિર્ણય        ન લેવો,

* ધનઃ સારા સુખના સંકેત,

* મકરઃ ધીરજથી નિર્ણય લેવા.

* કુંભઃ વિવાદોથી બચવું,

* મીનઃ આરોગ્‍ય પર વિશેષ ધ્‍યાન                રાખવું,

 

(10:22 AM IST)