News of Tuesday, 24th February 2026
ગુરૂવારથી ધો. ૧૦-૧૨ની પરીક્ષાનો પ્રારંભઃ ૧૫ લાખથી વધુ પરીક્ષાર્થીઓ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ દ્વારા પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપે અને ન્યાયીક માહોલમાં યોજાય તે માટે ૫૦ હજારથી વધુ કર્મચારીઓ દ્વારા તાડમાર તૈયારીઃ કાલથી કંન્ટ્રોલરૂમનો પ્રારંભ પરીક્ષાના પ્રશ્નપત્રમાં થ્રી લેયર વ્યવસ્થા, કાલે પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્ર અને બેઠક વ્યવસ્થા જોઇ શકશે

રાજકોટ, તા.૨૪: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ દ્વારા તા.૨૬ના ગુરૂવારની ધો.૧૦-૧૨ની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ગુજરાતના ૫૦ હજારથી વધુ કર્મચારીઓ પરીક્ષા ન્યાયીક માહોલમાં યોજવા તૈયારીને આખરી ઓપ આપ્યો છે. ગુજરાતમાં ઉનાળાની ગરમીની સાથે સાથે પરીક્ષાની મોસમ પણ ખીલી રહી છે.
તા.૨૬મી ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦-૧૨ની પરીક્ષામો પ્રારંભ થશે. ગુજરાતમાં કુલ ૧૫ લાખ ૨૭ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી આગામી મુખ્ય પરીક્ષા, ૨૦૨૬ની માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા (SSCE) અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા (HSCE)ના સુચારૂ સંચાલન માટે પ્રતિબદ્ધ ે અધિકારીશ્રીઓ અને કર્મચારીઓનું છે.
આ વર્ષે SSCE અને HSCEની પરીક્ષાઓ તા. ૨૬-૦૨-૨૦૨૬થી પ્રારંભ થનાર છે. આ પરીક્ષામાં કુલ ૧૫.૨૭ લાખ જેટલા વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી છે, ત્યારે પ્રત્યેક પરીક્ષાર્થી ગેરરીતિમુક્ત વાતાવરણમાં નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તેમજ સર્વે સાથે મળીને પરીક્ષા સંચાલનનું કાર્ય સુવ્યવસ્થિતરૂપે કરી શકે ની એક્શન પ્લાન મુખ્ય પરીક્ષા ૨૦૨૬ તૈયાર કરેલ છે.
પ્રવર્તમાન સમયમાં શિક્ષણના વ્યાપમાં વધારો થતાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ નિયમિતરૂપે શિક્ષણ લેતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેઓ બોર્ડની પરીક્ષામાં નિયમિત પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ છે. તદ્ઉપરાંત જેઓ શાળામાં નિયમિતરૂપે અભ્યાસ કરી શકયા નથી તેવા વિદ્યાર્થીઓ પણ આ જાહેર પરીક્ષામાં ખાનગી પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ છે.
આગામી મુખ્ય પરીક્ષા-૨૦૨૬ની પરીક્ષાના સુચારુ સંચાલન માટે સમગ્ર રાજયમાં SSCE માટે કુલ ૮૭ ઝોન અને HSCE માટે કુલ-૫૯ ઝોનની રચના કરવામાં આવેલ છે. જયારે SSCE માટે કુલ ૧૦૦૬ કેન્દ્રો અને HSCE માટે કુલ ૬૯૫ કેન્દ્રો જેમાંથી સામાન્ય પ્રવાહના ૫૩૯ કેન્દ્રો અને વિજ્ઞાનપ્રવાહના ૧૫૬ કેન્દ્રોમાં પરીક્ષા લેવામાં આવશે.
આગામી મુખ્ય પરીક્ષા-૨૦૨૬માં SSCE માટે નોંધાયેલા કુલ પરીક્ષાર્થીઓ ૯,૦૭,૧૭૫ છે જેમાં ૭,૬૯,૯૯૪ નિયમિત પરીક્ષાર્થી, ૧૯,૮૨૫ ખાનગી પરીક્ષાર્થી, ૭૦,૭૦૨ રિપીટર પરીક્ષાર્થી, ૫,૩૬૮ ખાનગી રિપીટર પરીક્ષાર્થી અને ૪૧,૨૮૬ પળથ્થક (આઇસોલેટેડ) પરીક્ષાર્થીઓ છે, ઉક્ત પરીક્ષાર્થી પૈકી ૪,૮૭૭ પરીક્ષાર્થીઓ દિવ્યાંગ તરીકે નોંધાયેલ છે.
HSGE સામાન્ય પ્રવાહ માટે નોંધાયેલા કુલ પરીક્ષાર્થીઓ ૫,૦૧,૨૮૬ છે. તે પૈકી ૪,૩૭,૨૭૯ નિયમિત પરીક્ષાર્થીઓ, ૩૫,૧૭૪ ખાનગી પરીક્ષાર્થી, ૧૫,૮૧૩ રિપીટર, ૭,૮૭૩ ખાનગી રિપીટર અને ૫,૧૪૭ પળથ્થક (આઈસોલેટેડ) પરીક્ષાર્થી નોંધાયેલ છે. ઉક્ત પરીક્ષાર્થીઓ પૈકી ૨,૨૯૩ પરીક્ષાર્થીઓ દિવ્યાંગ તરીકે નોંધાયેલ છે.
HSCE વિજ્ઞાન પ્રવાહ માટે નોંધાયેલ કુલ પરીક્ષાર્થીઓ ૧,૧૯,૨૬૩ છે. તે પૈકી ૧,૧૧,૨૯૪ નિયમિત પરીક્ષાર્થી, ૭,૬૯૦ રિપીટર પરીક્ષાર્થી અને ૨૭૯ પળથ્થક (આઈસોલેટેડ) પરીક્ષાર્થી છે. ઉક્ત પરીક્ષાર્થી પૈકી ૧૯૩ પરીક્ષાર્થીઓ દિવ્યાંગ તરીકે નોંધાયેલ છે.
ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા તા. ૨૬-૦૨-૨૦૨૬થી તા. ૧૮-૦૩-૨૦૨૬ સુધી અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા તા. ૨૬-૦૨-૨૦૨૬ થી તા. ૧૬-૩-૨૦૨૬ સુધી ચાલનારી પરીક્ષાના વિશાળ એવા સમગ્ર તંત્રમાં સમાવિષ્ટ સર્વેને પરીક્ષાના સુચારૂ સંચાલન માટે શુભકામના પાઠવામાં આવી છે.
ધો. ૧૦-૧૨ની પરીક્ષામાં ગુજરાતના ૧૪૦ સ્ટ્રોંગરૂમમાં પ્રશ્ન પત્રો મોકલી દેવામાં આવ્યા છે. દરેક સ્ટ્રોંગરૂમ બહાર થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આવતીકાલે ધો. ૧૦-૧૨ના પરીક્ષાર્થીઓ તેમનો બેઠક ક્રમાંક અને બીલ્ડીંગ-જોઇ શકશે. પરીક્ષા કેન્દ્ર બહાર દરવાજે કયા બ્લોકમાં કયાં નંબર છે તે વિશેની માહિતી આપવામાં આવી છે.
રાજયસ્તરની વ્યવસ્થાઃ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની કચેરી, ગાંધીનગર ખાતે રાજયકક્ષાનો ૨૪ કલાક ચાલતો ‘‘સ્ટેટ કન્ટ્રોલરૂમ'' પરીક્ષા શરૂ થવાના બે દિવસ પહેલાં કાર્યરત થશે. જે રાજ્યના તમામ જિલ્લાઓ સાથે સીધો સંપર્ક અને સંકલન કરશે. વિદ્યાર્થી/વાલીઓને જરૂરી માર્ગદર્શન માટે બોર્ડના હેલ્પલાઈન નંબર, તેમજ માનસિક તનાવ અનુભવતા વિદ્યાર્થી/વાલીઓ માટે જીવનઆસ્થા હેલ્પલાઈન નંબર ઉપલબ્ધ રહેશે. સ્ટેટ કંટ્રોલરૂમ, બોર્ડનો હેલ્પલાઈન નંબર અને જીવન આસ્થા હેલ્પલાઈન નંબરોની જાણ અખબાર યાદી દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવશે.
જિલ્લા કક્ષાની વ્યવસ્થાઃ
જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓની કચેરીમાં જિલ્લા કન્ટ્રોલરૂમ પરીક્ષા શરૂ થવાના એક દિવસ અગાઉ શરૂ થશે, જે સવારે ૭-૦૦ થી રાત્રિના ૮-૦૦ સુધી કાર્ય કરશે. પરીક્ષાર્થી/વાલીઓ/શાળાઓને મૂંઝવતા પ્રશ્નોને સાંભળીને જરૂરી માર્ગદર્શન આપશે. આ ઉપરાંત જે તે ઝોનના ઝોનલ અધિકારી પણ પરીક્ષાર્થીઓને જરૂર પડે માર્ગદર્શનનું કાર્ય કરશે.
જિલ્લા કક્ષાએ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષપણા હેઠળ ‘‘જિલ્લા પરીક્ષા સમિતિ'' ની રચના કરવી. જેના અધ્યક્ષશ્રી જિલ્લા કલેક્ટરશ્રી રહેશે અને સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તેના સભ્ય સચિવ છે. આ સમિતિમાં બોર્ડ મેમ્બર, મહેસૂલ, શિક્ષણ, માહિતી, પોલીસ ખાતાના અધિકારીશ્રીઓ તેમજ માન્ય સંઘોના રાજય/જિલ્લા કક્ષાના પ્રમુખ/મંત્રીશ્રીઓનો સમાવેશ કરવાનો રહેશે. આ સમિતિ બોર્ડના સીધા માર્ગદર્શન હેઠળ પરીક્ષાનું સફળ સંચાલન કરી સમાજમાં વિશ્વસનીયતાનું વાતાવરણ પ્રસ્થાપિત કરશે.
પરીક્ષાસ્થળ ઉપરની વ્યવસ્થાઃ
દરેક પરીક્ષાના સ્થળોની સીધી જવાબદારી જે તે સ્થળસંચાલકની રહે છે. પરીક્ષાની કામગીરીમાં સંકળાયેલ કર્મચારીઓને નિયત કરેલા ઓળખપત્રો આપવામાં આવશે. શાળાના ફરજ પરના સ્ટાફની વિગતો સ્થળસંચાલક રજિસ્ટરમાં રાખશે તથા તેનું નિયંત્રણ કરશે. માસકોપી થતી હોય તેવા અને ગંભીર પ્રકારની અનિયમિતતા જોવા મળતી હોય તેવા પરીક્ષાસ્થળો પર પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવી, જરૂર પડે એસ.આર.પી.ની વ્યવસ્થા કરવી. પરીક્ષાસ્થળની અંદર બિનઅધિકળત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ રાખવાનો છે.શ્રી પરીક્ષાસ્થળના મુખ્ય દરવાજેથી દરેક પરીક્ષાર્થીના પ્રવેશપત્રની ચકાસણી કરીને પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશપત્ર સિવાય કંઈ પણ સાહિત્ય લઈ જવા દેવામાં આવશે નહીં અને સ્ક્વોર્ડના સભ્યો સિવાય પરીક્ષાર્થી કે ફરજ પરના કોઈ પણ કર્મચારીએ પરીક્ષા દરમિયાન મોબાઈલ ફોન પોતાની પાસે રાખવાનો નથી. સરકારી પ્રતિનિધિ, સ્થળ સંચાલકશ્રી કે જેઓને છૂટ છે તેઓ સ્થળસંચાલકની ઓફિસ સિવાય તેઓ પણ ઉપયોગ કરી શકશે નહિ. કોઈ પરીક્ષાર્થી પાસેથી ગેરરીતિ અંગેનું સાહિત્ય મળશે તો તેની સામે ગેરરીતિનો કેસ કરવામાં આવશે.
સલામતી વ્યવસ્થાઃ
૧. પરીક્ષાસ્થળોની આજુબાજુ જરૂરિયાત મુજબના પ્રતિબંધાત્મક ભારતીય નાગરિક સુરક્ષાસંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ જરૂરી હુકમો કરાવી, તેનો અમલ કરાવશે. ૨. પરીક્ષાસ્થળોની આજુબાજુની તમામ ઝેરોક્ષની દુકાનો બંધ કરાવશે.૩. પરીક્ષાવ્યવસ્થામાં વપરાતા તમામ વાહનો પર ON EXAM DUTY લખવામાં આવે તો RTO કે પોલીસ ખાતું બિનજરૂરી રીતે રોકે નહીં તેની ખાતરી કરવી જોઈએ. ૪. પરીક્ષાસ્થળે પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલ હોય તેવા તમામ કર્મચારી/અધિકારીને ઓળખપત્રો -આપવામાં આવશે.પોલીસની કામગીરી પરીક્ષાસ્થળના કમ્પાઉન્ડ બહાર કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે. સ્થળસંચાલક કે બોર્ડ અધિકારીની સૂચના સિવાય પોલીસે પરીક્ષાસ્થળ/ખંડમાં પ્રવેશ કરવાનો નથી.

(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
