<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

ગુજરાતના મુખ્‍ય ચૂંટણી અધિકારી તરીકે સંદીપ સાંગલેની નિમણુંક

અમદાવાદઃ ગુજરાતના સ્‍થાનિક ચૂંટણીઓ પહેલા, ભારતીય ચૂંટણી પંચ (ECI) એ રાજ્‍ય માટે નવા મુખ્‍ય ચૂંટણી અધિકારી (CEO) ની નિમણૂક કરી છે. પંચે ૨૦૦૭ બેચના ગુજરાત કેડરના IAS અધિકારી સંદીપ સાંગલેને આ પદ પર નિયુક્‍ત કર્યા છે. અગાઉ, આ પદ IAS હરિત શુક્‍લા પાસે હતું, જેમણે ગુજરાતમાં મતદાર યાદીઓના સ્‍પેશિયલ ઇન્‍ટેન્‍સિવ રિવિઝન (SIR) ની દેખરેખ રાખી હતી. શુક્‍લા ૧૯૯૯ બેચના IAS અધિકારી છે. સાગલે અગાઉ સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્‍ટર જનરલ તરીકે સેવા આપી હતી. આ ચૂંટણી પંચ ધારાસભા, લોકસભા અને રાજયસભાની ચૂંટણીને લગતી કામગીરી કરે છે.

૨૦૦૭ બેચના ત્‍ખ્‍લ્‍ અધિકારી સંદીપ સાંગલે સ્‍વચ્‍છ છબી ધરાવે છે. તેઓ અગાઉ બનાસકાંઠા અને ભરૂચ જેવા જિલ્લામાં કલેક્‍ટર તરીકે પણ સેવા આપી ચૂકયા છે. ગાંધીનગર મ્‍યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે પણ સેવા આપી છે. ૧૬ નવેમ્‍બર, ૧૯૭૩ના રોજ જન્‍મેલા સંદીપ સાંગલે મૂળ મહારાષ્‍ટ્રના છે. મહારાષ્‍ટ્રમાં તેમનું પૈતળક ઘર અકોલા જિલ્લાના અકોલા તાલુકામાં છે.

(3:17 PM IST)