તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th February 2026
ભાવનગર જિલ્લામાં વિવિધ ૧૨ 'સુધારણા જૂથ પાણી યોજના' હેઠળ રૂ.૪૩૮ કરોડના ખર્ચે ૬૬૧ ગામને આવરી લેવાયા-પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ
અમરેલી જિલ્લામાં મહી આધારિત જૂથ યોજનામાં કુલ -૩૯ ગામ અને એક શહેરને આવરી લેવાશે

ગાંધીનગર : છેવાડાના માનવી તેમજ ગામ સુધી પીવાનું શુદ્ધ પાણી આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર હંમેશા સંકલ્પબદ્ધ છે. આ સંકલ્પને સાકાર કરવા ભાવનગર જિલ્લામાં વિવિધ ૧૨ 'સુધારણા જૂથ પાણી યોજના' હેઠળ અંદાજે રૂ.૪૩૮ કરોડના ખર્ચે ૬૬૧ ગામને આવરી લેવાયામાં આવ્યા છે.આ ૧૨ યોજનાઓમાં મુખ્યત્વે બુધેલ, તળાજા, ગારિયાધાર, પાલીતાણા, વલ્લભીપુર, ઉમરાળા અને શિહોરનો સમાવેશ થાય છે તેમ,આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ અંગે પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું.
મંત્રી પટેલે વધુ વિગતો આપતાં કહ્યું કે, ભાવનગરમાં ચોરવડલા ફેઝ -૨ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ કુલ ૧૪ ગામને નર્મદા આધારિત પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે છે.આ ઉપરાંત તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ની સ્થિતિએ આ યોજના અંતર્ગત પાલીતાણાના ૫૭, ગારિયાધારના ૧૪ , શિહોરના ૦૭ અને ઉમરાળાના ૦૩ એમ કુલ -૮૧ ગામને પાણી આપવામાં આવે છે તેમ, મંત્રીએ ગૃહમાં ઉમેર્યું હતું.
મંત્રીએ કહ્યું હતું કે,અમરેલી જિલ્લામાં મહી આધારિત જૂથ યોજનામાં કુલ -૩૯ ગામ અને એક શહેરને આવરી લેવામાં આવશે. જેમાં બગસરા તાલુકાના ૩૩ ગામ અને એક શહેર,અમરેલી તેમજ કુકાવાવના ૩-૩ ગામને સમાવી લેવામાં આવશે તેમ મંત્રીએ ધારાસભ્ય દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતાં ગૃહમાં જણાવ્યું હતું
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
