<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

વાવ થરાદમા બટાકાના ભાવ ગગડતા સાંસદ ગેનીબેન, કોંગ્રેસ ખેડૂત નેતા પાલ આંબલિયા સહિતના નેતાઓ કલેકટર કચેરીએ પહોંચ્યા

બટાકાના ભાવ ગરગડતા ખેડૂતોને ભાવ મળતા ના હોવાના મુદ્દે ગરમાયું રાજકારણ: સાંસદ ગેનીબેન ઠાકોર ગળામાં, બટાકાનો હાર પહેરીને પહોંચ્યા કલેક્ટર કચેરી.

વાવ થરાદમા બટાકાના ભાવ ગગડતા, સાંસદ ગેનીબેન, કોંગ્રેસ ખેડૂત નેતા પાલ આંબલિયા સહિતના નેતાઓ કલેકટર કચેરીમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. બટાકાના ભાવ ગરગડતા ખેડૂતોને ભાવ મળતા ના હોવાના મુદ્દે રાજકારણ ગરમાયું છે.. સાંસદ ગેનીબેન ઠાકોર ગળામાં, બટાકાનો હાર પહેરીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.

   લાખણી, દિયોદર, ડીસા સહિતના વિસ્તારમાં મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર થયું છે. બટાકાનો અપૂરતો ભાવ મળતો હોવાથી ખેડૂતોને નુકશાન થઈ રહ્યું છે , ગત વર્ષ કરતા ચાલુ વર્ષનો 100 થી 150 રૂપિયા મણે નુકસાન થઈ રહ્યું છે. સાંસદ  ગેનીબેન ઠાકોરે અધિક કલેક્ટરને બટાકાના ભાવ બાબતે રજૂઆત કરતા ખેડૂતો પૂરતા પ્રમાણમાં ભાવ મળે તેવી માંગ કરી હતી 

(6:50 PM IST)