<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

રાજપીપળા પોસ્ટ ઓફિસમાં વિધવા સહાયના ફોર્મ ભરવા જતા લાભાર્થીઓ પાસે લૂટ ચલાવાતી હોવાની બુમ

નિયમોનુસાર ફી ના રૂપિયા 200 ભરવાના હોય જેનો મોબાઈલમાં મેસેજ પણ આવે છે પરંતુ 200 ના મેસેજ માં 50 રૂપિયા વધારાના લેવાઈ છે, ટોટલ 250 વસૂલ કરાઈ છે

( ભરત શાહ દ્વારા )નર્મદા: નર્મદા જિલ્લાની વડી રાજપીપળા પોસ્ટ ઓફિસમાં હાલ વિધવા સહાયના ફોર્મની કામગીરી ચાલી રહી છે અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ આવતા હોય જેમાં પોસ્ટ ઓફિસમાં થતી આ કામગીરી મા લૂંટ ચાલતી હોવાની વાત સામે આવી છે.

મળતી માહિતી મુજબ રાજપીપળા પોસ્ટ ઓફિસમાં જતા વિધવા સહાયના લાભાર્થીઓએ પોતાના અંગૂઠા વાળું ખાતું કરાવવાનું હોય જેથી લાભાર્થીઓ પોસ્ટ ઓફિસમાં જઈ અંગૂઠો આપી પોતાની સરકારી ફી ભરતા હોય છે પરંતુ નિયમોનુસાર આ ફી 200 રૂપિયા ભરવાની હોય અને તેનો મેસેજ પણ લાભાર્થીના મોબાઇલમાં આવે છે પરંતુ પોસ્ટ ઓફિસના લાલચુ લોકો વિધવાઓને પણ નથી છોડતા તેમ 200 રૂપિયા ફી ના બદલે 250 રૂપિયા પડાવે છે જેમાં મેસેજ તો 200 રૂપિયા નો જ આવે છે તો વધારના 50 રૂપિયા કોના ખિસ્સા માં જાય છે એ તપાસ નો વિષય છે.
સરકાર ગરીબ, મધ્યમ વર્ગ માટે અનેક યોજનાઓ અમલ માં મૂકે છે પરંતુ તેમાં સરકારી બાબુઓ પોતાની મનમાની કરી લાભાર્થીઓ પાસે થી વધારાના રૂપિયા ખંખેરી રીતસર ની લૂંટ કરી ગરીબ લોકો ને છેતરે છે ત્યારે આવા લૂંટારા લોકો સામે કાર્યવાહી કરી કડક પગલા લેવા જોઈએ. 
આ બાબતે અમે પોસ્ટ માસ્ટર અરુણભાઈ ને પૂછતા તેમને જણાવ્યું કે 200 રૂપિયા ફી ના છે એ જ લેવામાં આવે છે અને તેનો મેસેજ પણ લાભાર્થીઓ ના મોબાઇલ માં મળે છે પણ જો 250 રૂપિયા એટલે કે 50 રૂપિયા વધારાના લેવાતા હોય તો હું આ મુદ્દે તપાસ કરું છું.

(9:56 PM IST)