તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th February 2026
સુંદરપુરા ગામથી ભાદરવા ભાથીજી મંદિરે દર્શન માટે ગયેલ માતા, પુત્રને બસે ટક્કર મારતા બંનેને ગંભીર ઇજા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સુંદરપુરા ગામથી ભાદરવા દેવ મંદિરે દર્શનાર્થે ગયેલા માતા અને પુત્રની બાઇકને બસે ટક્કર મારતા બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી.
મળતી માહિતી અનુસાર નિલમબેન W/O રણજીતભાઇ ચતુરભાઇ વસાવા(રહે.સુંદરપુરા, નવી નગરી તા. નાંદોદ જી.નર્મદા)એ આપેલી ફરિયાદ મુજબ તેઓ તથા તેમના પુત્ર સુંદરપુરા ગામથી પોતાની એક્ટીવા મો.સા નંબર GJ-22-R-1799 ની લઇને ભાદરવા ગામે આવેલ ભાથીજી મંદિર ખાતે દર્શન અર્થે ગયેલ હતા અને દર્શન કરી પરત સુંદરપુરા ગામ ખાતે જવા માટે નિકળેલ હતા તે વખતે સમારીયા ગામની ચોકડીથી નવા વાઘપુરા ગામની વચ્ચે રોડ ઉપર એક ટ્રાવેલ્સ બસ નંબર GJ-07-VW- 9877નો ચાલક પુરઝડપે પોતાની ટ્રાવેલ્સ બસ હંકારી લાવી નીલમબેનની મો.સા.ને પાછળથી એક્સિડંટ કરતા તેમને ડાબા પગમાં જાંઘના ભાગે ફેક્ચર તેમજ જમણા પગના પંજા પાસે ઇજાઓ તેમજ શરીરે ઓછી વતી ઇજાઓ થયેલ તેમજ તેમના પુત્ર ને નાભીની નીચેના ભાગે ગંભીર ઇજાઓ તેમજ છાતીના ભાગે તેમજ શરીરે ઓછી-વત્તી ઇજાઓ કરી ટ્રાવેલ બસનો ચાલક નાશી જઇ ગુનો કરતા રાજપીપળા પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(9:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
