<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા ચેતજો:કાલથી રાજ્યમાં 15 દિવસ સુધી ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાશે

ટ્રાફિક પોલીસની ડ્રાઈવ દરમિયાન ડ્રન્ક એન્ડ ડ્રાઇવ, ઓવર પેસેન્જર, રોન્ગ સાઈડ ડ્રાઈવિંગ, નંબર પ્લેટ વગરના વાહનો, કાળા કાચ, હેલ્મેટનો અભાવ, ગેરકાયદેસર LED લાઈટ,અનધિકૃત પાર્કિંગ સહિતના ટ્રાફિક ભંગ સામે કાર્યવાહી કરાશે.

અમદાવાદ : ગુજરાતમાં આવતીકાલથી ટ્રાફિક પોલીસ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે પગલાં લેશે. રાજ્યમાં આગામી 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસની ઝુંબેશ હાથ ધરાશે. આવતીકાલથી 15 દિવસ સુધી આ ઝુંબેશ ચાલશે.

રાજ્યમાં આવતીકાલથી 15 દિવસ સુધી ટ્રાફિક ઝૂંબેશ ચલાવવા માટે તમામ પોલીસ કમિશનર અને એસપીને સૂચના આપવામાં આવી છે. કામગીરીનો દૈનિક રીપોર્ટ વડી કચેરીને મોકલવાનો આદેશ કરાયો છે. વધતા જતા માર્ગ અકસ્માતોને અંકુશમાં લેવા માટે નિર્ણય લેવાયો છે. ટ્રાફિક પોલીસની ડ્રાઈવ દરમિયાન ડ્રન્ક એન્ડ ડ્રાઇવ, ઓવર પેસેન્જર, રોન્ગ સાઈડ ડ્રાઈવિંગ, નંબર પ્લેટ વગરના વાહનો, કાળા કાચ, હેલ્મેટનો અભાવ, ગેરકાયદેસર LED લાઈટ,અનધિકૃત પાર્કિંગ સહિતના ટ્રાફિક ભંગ સામે કાર્યવાહી કરાશે

(11:44 PM IST)