તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 25th February 2026
અમદાવાદમાં ઇન્ડિયાનું ફર્સ્ટ ‘કાર એન્ડ સિનેમા ફેસ્ટિવલ' યોજાશે
‘દાસ્તાન ઓટોવર્લ્ડ' ખાતે જોવા મળશે હોલિવૂડ, બોલિવૂડ અને યુરોપિયન સિનેમાની એવી ફિલ્મો કે જેમાં કાર મુખ્ય ભૂમિકામાં રહી હોય

અમદાવાદ તા.૨૫: વિશ્વપ્રસિદ્ધ વિન્ટેજ કારના કલેક્શન માટે જાણીતું અમદાવાદનું ‘દાસ્તાન ઓટોવર્લ્ડ - ધ પ્રાણલાલ ભોગીલાલ કલેક્શન' તેની સ્થાપનાના ૨૫ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ ખાસ અવસરને યાદગાર બનાવવા માટે એક અનોખા ‘કાર એન્ડ સિનેમા ફેસ્ટિવલ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલની કલ્પના આ કલેક્શનના કસ્ટડિએન્સ ચામુંડેશ્વરી ભોગીલાલ ચીનાઈ અને બ્રિજેશ ચીનાઈ દ્વારા કરવામાં આવી છે.
દાસ્તાન ઓટોવર્લ્ડ', કઠવાડા ખાતે અમદાવાદીઓ અને કાર પ્રેમીઓ માટે ૨૭ ફેબ્રુઆરી થી ૧ માર્ચ દરમિયાન ‘કાર એન્ડ સિનેમા ફેસ્ટિવલ'નું આયોજન થયું છે. આ ફેસ્ટિવલની વિશેષતા એ છે કે અહીં ઓટોમોબાઈલ અને સિનેમાના અનોખા કનેક્શનને દર્શાવવામાં આવશે. મુલાકાતીઓ અહીં વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત કાર બ્રાન્ડ્સ જેવી કે રોલ્સ રોય્સ, બેન્ટલી, લૂગોંડા, મેબેક, કેડિલેક, મર્સીડીઝ બેન્ઝ, ઓબર્ન અને બીજી અનેક દુર્લભ કાર્સને રૂબરૂ નિહાળી શકશે. સાથે જ હોલિવૂડ, બોલિવૂડ અને યુરોપિયન સિનેમાની એવી ફિલ્મો કે જેમાં કાર મુખ્ય ભૂમિકામાં રહી હોય, તેના અંશો બતાવવામાં આવશે. મુલાકાતીઓ માત્ર પડદા પર જ નહીં, પરંતુ વાસ્તવિકતામાં પણ તે આઈકોનિક વિન્ટેજ કાર્સને નિહાળી શકશે
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
