તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th February 2026
શાપુર સરાડીયા રેલવે બજેટમાં સમાવેશ કરવામાં નિષ્ફળ નેતાઓ સામે રોષ
૧૯૮૩ ના વાવાઝોડામાં નુકસાની થઈ તેને નવી કરવાના બદલે પાટા કાઢી વિનાશ કર્યોઃ અનેક સરકારો અને Mp MLA આવ્યા ને ગયા વાતો કરી લોલીપોપ મળે છે

(ગીરીશ પટેલ દ્વારા) માણાવદર, તા.૨૫: માણાવદરમાં રાજાશાહી વખતની અણમોલ કહી શકાય તેવી શાપુર સરાડીયા રેલવે લાઈન હતી. તેને ૧૯૮૩ માં ભયાનક પૂર હોનારતમાં નુકસાની થઈ તેને નવી કરવાના બદલે આ રેલવે લાઈન સમૂળગા પાટા કાઢી નાખી નાશ કરી દેવામાં આવ્યો આ રેલવે લાઈન માટે વિકાસના નામે લોલીપોપ વર્ષોથી મળે છે. દેશ અને દુનિયા વિકાસને હરણ ફાળ ભરી છે પણ દિન પ્રતિ દિન શહેરને તાલુકાના વિનાશ કર્યો છે.
એક વખત આ શહેરમાં ૧૨૫ થી વધુ જિનિંગ પ્રેસિંગ ઉદ્યોગ ધમધમતો રેલવેના વેગનોમાં અનેક માલસામાન આવતો જતો. ઉદ્યોગને રોજગારી મળતી. હવે ઉદ્યોગો બંધ થયા રેલવે છીનવાઈ ઉપરથી આ તાલુકામાં સિંચાઈ સુવિધાનો અભાવ ખેતી પડી ભાંગી આમ જનતા બેકાર બની અને લોકો રોજગારી મેળવવા તાલુકામાંથી હિજરત કરવા લાગ્યા ગામડા ભેકાર બન્યા.
જયારે જ્યારે ચૂંટણી આવે એટલે નેતાગીરી રેલવે લાઈન યાદ કરી મતો મેળવવા લોલીપોપ આપે ચૂંટણી જીતી ગયા બાદ આજ સુધી કોય રેલવે લાઈન ન ઠેકાણા નથી ગત ચૂંટણીમાં પણ બીજેપી નેતાઓ રેલવે લાઈન કરશું સર્વે થઈ ગયો છે તેવી વાતો કરી પણ હજી રેલવે બજેટમાં કયાંય આ સમાવેશ થયો નથી? જો થયો હોય તો કામ કેમ ચાલુ નથી કરાવી શકતા? મૂળ વાત રેલ્વે બજેટમાં સમાવેશ થયો જ નથી જો થયો હોય તો પ્રજા સમક્ષ મૂકો તેવી લોક માંગ ઉઠવા પામી છે.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
