<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

સુરત ટ્રાફિક પોલીસ દ્વારા બોર્ડની પરીક્ષાને લઇ વિદ્યાર્થીઓ માટે “હેલ્પલાઇન” સેવાનો પ્રારંભ

મહત્વના ટ્રાફિક વિસ્તારોમાં 80થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે અને 40 જેટલા વાહનોની વ્યવસ્થા

સુરતમાં આવતીકાલથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે, જેનો નંબર “74340 95555” છે. ટ્રાફિક દરમિયાન વિદ્યાર્થીઓ હેલ્પલાઇન સેવા ઉપયોગ કરી શકશે. મહત્વના ટ્રાફિક વિસ્તારોમાં 80થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે અને 40 જેટલા વાહનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જરૂર જણાશે તો હેલ્પલાઇન દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે.

(11:07 AM IST)