<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

સુરત ગામ્ય SOGની મોટી કાર્યવાહી :ઓલપાડના કારેલી ગામમાંથી 55.493 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ચાર આરોપીઓ ઝડપાયા : જુઓ વિડીયો

મધુવન રેસિડન્સીના મકાનમાંથી 27.74 લાખના ગાંજા સાથે ઓરીસ્સાના 4 આરોપીઓને ઝડપી પડાયા : અન્ય 7ને આરોપીઓ વોન્ટેડ જાહેર : કુલ રૂપિયા 30.34 લાખનો મુદ્દામાલ કબજે

સુરત ગ્રામ્ય એસઓજીએ ઓલપાડના કારેલી ગામના એક મકાનમાંથી 27.74 લાખના ગાંજા સાથે ઓરીસ્સાના 4 આરોપીઓને ઝડપી પાડયા છે. આ ગાંજાના વેપલાનું નેટવર્ક ચલાવનારા અન્ય 7ને આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે

ઓલપાડ તાલુકાના કારેલીગામે આવેલ મધુવન રેસીડેન્સીનાં મકાન નંબર-૧૮૮ માંથી ૫૫.૪૯૩ કિલોગ્રામ ગાંજાના જથ્થા સહીત કુલ- ૩૦,૩૪,૪૨૦/-ના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને ઝડપી લેવાયા છે  

પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ સાહેબ સુરત વિભાગ સુરતનાઓ તરફથી સુરત ગ્રામ્ય જીલ્લામાં નાર્કોટિક્સની બંદીને નેસ્તનાબુદ કરવા માટે અને નાર્કોટિક્સના વધુમાં વધુ કેસો શોધી કાઢવા માટે સુચના આપવામા આવેલ તથા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા સુરત ગ્રામ્ય નાઓના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય જીલ્લામાં નાર્કોટીક્સની બંદીને નેસ્તનાબુદ કરવા માટે એસ. ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર નાઓને "#IStand Strong Againt Drugs” કેમ્પેઇન હેઠળ કામગીરી કરવા સુચના આપવામાં આવેલ.
   જે અનુસંધાને એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી.ઇશરાણી નાઓની સુચના અને પોલીસ સબ ઈન્સ. જે.કે.રાવ નાઓનાં માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખાના માણસોની ટીમો પાડી ચોક્કસ દિશામાં વર્ક આઉટ કરતા, ગઇકાલ તા-૨૩/૦૨/૨૦૨૬ ના રોજ એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઇ જગદીશભાઈ કામરાજભાઈ તથા અ.હે.કો. પ્રકાશભાઈ વાલજીભાઈ નાઓને ખાનગી રાહે મળેલ બાતમી આધારે મોજે-કારેલીગામે આવેલ મધુવન રેસીડેન્સીનાં મકાન નંબર-૧૮૮ માં તહો.નાં ઘરેથી, તા-ઓલપાડ, જી-સુરત ખાતેથી ચાર શખ્શોને ગેરકાયદેસર રીતે અને વગર પાસ-પરમીટના માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડી પાડેલ છે.

  આરોપીઓ : (૧) જયસેન S/O તોફાન મહંતી ઉ.વ.૨૫ હાલ રહેવાસી- કારેલીગામની સીમમાં આવેલ મધુવન રેસીડેન્સી મકાન નંબર-૧૮૮, તા-ઓલપાડ, જી-સુરત મુળ રહેવાસી-મઠબ્રહ્મપુર પોસ્ટ.મઠસરસીંગ થાના.કુદુલા જી.ગંજામ (ઓરીસ્સા) (૨) સુશાંત S/O પ્રફુલ્લા નાયક ઉ.વ.૨૬ હાલ રહેવાસી- કારેલીગામની સીમમાં આવેલ મધુવન રેસીડેન્સી મકાન નંબર-૧૮૮, તા-ઓલપાડ, જી-સુરત મુળ રહેવાસી- ગુરૂનઠી, પોસ્ટ. ગુરૂઠી થાના.નીમોખંડી તાકુકરાખંડી જી.ગંજામ (ઓરીસ્સા) (3) અજય ઉર્ફે અજયા S/O નિત્યાનંદ નાયક ઉ.વ.૨૫ હાલ રહેવાસી- કારેલીગામની સીમમાં આવેલ મધુવન રેસીડેન્સી મકાન નંબર-૧૮૮, તા-ઓલપાડ, જી-સુરત મુળ રહેવાસી-ગુરૂંઠી, પોસ્ટ. ગુરૂંઠી થાના.નીમોખંડી તાકુકરાખંડી જી.ગંજામ (ઓરીસ્સા) (૪) શ્રીકાંત S/O શીબરામ પલતા ઉ.વ.૧૯ હાલ રહેવાસી- કારેલીગામની સીમમાં આવેલ મધુવન રેસીડેન્સી મકાન નંબર-૧૮૮, તા-ઓલપાડ, જી-સુરત મુળ રહેવાસી-રામપોલ પોસ્ટ.બેરૂનાબાડી થાના.કુદુલા જી.ગંજામ (ઓરીસ્સા)ને ઝડપી લેવાયા છે 
વોન્ટેડ આરોપી: (૧) માલ મોકલનાર/વેચાણ કરાવનાર:- રાજેશ ઉર્ફે રામ ઉર્ફે ગંગુ ચેલી બલરામ દેવ રહેવાસી-પુસ્તુપુર ગામ થાના.કોદલા જી.ગંજામ (ઓરીસ્સા) (૨) માલ મોકલનાર:- જયસીંગ રહેવાસી- ઓરીસ્સા જેના પુરા નામ સરનામાની ખબર નથી (3) ટ્રેનમાં માલ આપી જનાર:- રાજેશ ઉર્ફે રામ ઉર્ફે ગંગુ ચેલી બલરામ દેવનો માણસ જેના નામ સરનામા મોબાઈલ નંબર ની ખબર નથી (૪) ટ્રેનમાં માલ આપી જનાર:-જયસીંગનો માણસ જેના નામ સરનામા મોબાઈલ નંબરની ખબર નથી (૫) સાયણ રેલ્વે ટ્રેક પર પીલર પાસે લાઈટ બતાવી ગાંજાનો જથ્થો ભરેલ બેગો આપનાર જયસીંગનો માણસ જેના નામ સરનામા મોબાઈલ નંબર ની ખબર નથી (૬) ગાંજાનો જથ્થો વેચાણે લેનાર અજાણ્યા ઇસમો જેના નામ સરનામા મોબાઈલ નંબરની ખબર નથી.
(૭) ગાંજાના જથ્થાના વેચાણના પૈસા લઈ જનાર જયસીંગનો શુભમ નામનો માણસ જેના પુરા નામ સરનામા મોબાઈલ નંબરની ખબર નથી તપાસમાં નિકળે તે વિગેરેને વોન્ટેડ જાહેર કર્યા છે 
શોધાયેલ ગુનાની વિગત:
ઓલપાડ પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૨૧૪૦૪૨૨૬૦૩૦૩/૨૦૨૬ NDPS કલમ- ૮(સી), ૨૦(બી) II (સી), ૨૯ મુજબ
કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો કુલ્લે ૫૫.૪૯૩ કિલોગ્રામ જેની કિ.રૂ.૨૭,૭૪,૬૫૦/-
(૨) સેલોટેપ અને તેની નીચે રહેલ ન્યુજ પેપરોની કિ.રૂ.00/-
(3) અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ નંગ-૦૬ જેની કિ.રૂ.૫૫,૦૦૦/-
(૪) અલગ અલગ ચલણી નોટો મળી રૂ.૪૭૭૦/-
(૫) આધારકાર્ડ નંગ-૨ જેની કિ.રૂ. ૦૦/-
(૬) ડ્રાઇવિંગ લાઇસન્સ કિ.રૂ. 00/-
(૭) ટાટા કંપનીનો ટેમ્પો નંબર GJ-05-CU-1531 જેની કિ.રૂ.૨,૦૦,૦૦૦/-
(૮) ટેમ્પાની ચાવી નંગ-૧ કિ.રૂ.૦૦/- મળી કુલ રૂ.૩૦,૩૪,૪૨૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે 

    આ કામનાં પકડાયેલ આરોપી જયસેન S/O તોફાન મહંતી તથા સુશાંત s/o પ્રફુલ્લા નાયક તથા અજય ઉર્ફે અજયા S/O નિત્યાનંદ નાયક નાઓને વોન્ટેડ આરોપી રાજેશ ઉર્ફે રામ ઉર્ફે ગંગુ ચેલી બલરામ દેવ નાએ તેનાં માણસ મારફતે ટ્રેનમાં ગાંજાનો જથ્થો મોકલી આપતાં જે ગાંજાનો જથ્થો મકાન નંબર-૧૮૮ માં લાવી વેચાણ અર્થે સંગ્રહ કરી રાખેલ તેમજ આ કામનાં પકડાયેલ આરોપી શ્રીકાંત S/o શીબરામ પલતા નાઓને વોન્ટેડ આરોપી જયસીંગ નાએ તેનાં માણસો મારફતે ગાંજાનો જથ્થો ટ્રેન મારફતે મોકલી આપતાં જે ગાંજાનો જથ્થો આ કામનાં પકડાયેલ આરોપી જયસેન S/O તોફાન મહંતી તથા સુશાંત s/o પ્રફુલ્લા નાયક તથા અજય ઉર્ફે અજયા s/o નિત્યાનંદ નાયક તથા શ્રીકાંત s/o શીબરામ પલતા નાઓએ છોટા હાથી ટેમ્પામાં ભરી લાવી મકાન નંબર-૧૮૮ માં સંગ્રહ કરી રાખેલ જે પૈકી ના અમુક ગાંજાનો જથ્થો વોન્ટેડ આરોપી રાજેશ ઉર્ફે રામનાં કહેવાથી પકડાયેલ આરોપીઓએ બે ઇસમોને વેચાણે આપેલ હતો. તેમજ પકડાયેલ આરોપી શ્રીકાંતે જયસીંગનાં કહેવાથી શુભમને ગાંજાનાં જથ્થાનાં વેચાણનાં બે લાખ રૂપીયા આપેલ હતા. આમ આ કામનાં પકડાયેલ આરોપીઓ તેમજ વોન્ટેડ આરોપીઓ ઉપર ઓલપાડ પો.સ્ટે. ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે.
કાર્યવાહી કરનાર ટીમ
સદર કામગીરી પો.ઇન્સ.બી.જી.ઈશરાણી નાઓની સુચના અને પોલીસ સબ ઈન્સ. જે.કે.રાવ નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખાના એ.એસ.આઈ.કિરણસિંહ લક્ષ્મણસિંહ તથા એ.એસ.આઈ. જગદીશભાઇ કામરાજભાઇ તથા એ.એસ.આઈ. જીતેન્દ્રભાઈ મનુભાઈ તથા એ.એસ.આઈ. રાજેન્દ્રભાઈ બંસીલાલ તથા અ.હે.કો. પ્રકાશભાઈ વાલજીભાઈ તથા અ.હે.કો. ગીરીશભાઈ મીથીલેશભાઈ તથા પો.કો. ભાવિકભાઈ ડાહ્યાભાઈ તથા પો.કો. પરશુરામ દિલીપભાઈ તથા ડ્રા.હે.કો. જીગ્નેશભાઈ દિનેશભાઈ તથા ડ્રા.પો.કો. રાહુલભાઈ માનાભાઈ

(1:35 PM IST)