<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

૩જી માર્ચે ભારતમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ : આકાશમાં ૫ કલાક અદભૂત નજારો જોવા મળશે

ગુજરાતમાં ગ્રસ્‍તોદિત નજારો દેખાશે : વિજ્ઞાન જાથા દ્વારા ગેરમાન્‍યતાઓ દૂર કરવા રાજ્‍યવ્‍યાપી જાગૃતિ કાર્યક્રમોનું આયોજન

રાજકોટ : આગામી મંગળવાર, ૩ જી માર્ચ (ફાગણ સુદ પૂનમ)ના રોજ ભારત સહિત વિશ્વના અનેક ભાગોમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ જોવા મળશે. આ અવકાશી ઘટના કુલ ૫ કલાક અને ૩૯ મિનિટ સુધી ચાલશે, જેમાં ગ્રહણની મધ્‍ય સ્‍થિરતા ૫૮ મિનિટની રહેશે.

ભારતના પૂર્વીય રાજ્‍યોમાં ખગ્રાસ, મધ્‍ય ભાગમાં ખંડગ્રાસ અને ગુજરાત સહિત પヘમિ ભારતમાં ગ્રસ્‍તોદિત ચંદ્રગ્રહણનો નજારો જોવા મળશે.

વૈજ્ઞાનિક અભિગમ અને જાગળતિ : ભારત જન વિજ્ઞાન જાથાના રાજ્‍ય ચેરમેન જયંત પંડ્‍યાએ જણાવ્‍યું હતું કે, ગ્રહણ એ માત્ર પળથ્‍વી, સૂર્ય અને ચંદ્રના પરિભ્રમણની એક ભૌગોલિક ઘટના છે. તેની માનવ જીવન પર કોઈ નકારાત્‍મક અસર થતી નથી. જ્‍યોતિષીઓ દ્વારા ફેલાવવામાં આવતી ડર અને ભ્રામક માન્‍યતાઓ સામે લડવા જાથા દ્વારા રાજ્‍યભરમાં ગ્રહણ નિદર્શનના કાર્યક્રમો યોજાશે.

 * સમય : ભારતીય સમય મુજબ ગ્રહણનો સ્‍પર્શ બપોરે ૧૪:૧૪ કલાકે થશે અને મોક્ષ રાત્રે ૧૯:૫૩ કલાકે થશે.

* નિદર્શન : રાજ્‍યના મુખ્‍ય શહેરો જેવા કે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત સહિત તમામ જિલ્લાઓમાં જાથા દ્વારા ટેલિસ્‍કોપથી ગ્રહણ જોવાની વ્‍યવસ્‍થા કરાશે.

* ગેરમાન્‍યતાનું ખંડન : ગ્રહણ દરમિયાન સુતક પાળવાને બદલે જાથાના કાર્યકરો જાહેર સ્‍થળોએ ચા-નાસ્‍તો અને ભોજન કરી ‘‘ગ્રહણની નડતર'' જેવી માન્‍યતાઓને પડકારશે.

વિજ્ઞાન જાથાએ લોકોને અપીલ કરી છે કે ૨૧મી સદીના જ્ઞાન-વિજ્ઞાનના યુગમાં ગ્રહણ જેવી ખગોળીય ઘટનાને ડર્યા વગર માણે અને અંધશ્રદ્ધાથી દૂર રહે. 

(4:05 PM IST)